તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ખારચિયા PHCમાં સગર્ભાને ડિલિવરી બાદ પોસ્ટ હેમરેજની તકલીફ થતા તબીબે મહિલાને બચાવી

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોહીની ટકાવારી વધારવા બાટલા ચડાવાય છે, આરોગ્યની ટીમ ઘરે જઈ તપાસ કરે છે

ઉપલેટાના જાળ ગામમાં રહેતા 36 વર્ષીય રસીલાબેનની 14 વર્ષ બાદ બીજી ડિલિવરી હોવાના કારણે રિસ્ક વધી ગયું હતું, સામે ડિલિવરીના નવ માસ પૂર્વે જ સારવાર અને લોહીનું પ્રમાણ વધારવા આયર્નની દવા અપાતી હતી.

સગર્ભા હોવાની જાણ થતા તેઓ સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમની લોહીની ટકાવારી 7.5ની રહી હતી. 21 મેના રોજ તેમની પ્રસૂતિ બાદ તેમને પોસ્ટ પાર્ટમ હેમરેજ થયું હતું, જેમાં તેઓને અડધો લિટર લોહી વહી જતા તેમને વધુ તકલીફ શરૂ થઇ હતી. જેથી તેમને ઉપલેટા સિવિલમાં ખસેડ્યા હતા. માત્ર એટલું જ નહિ બાળક પણ 2.20 કિલો વજન સાથે જન્મ્યું હતું, પરંતુ સ્થિતિ ખૂબજ સારી છે. સામે સૂઝબૂઝ ભરી સારવાર બાદ મહિલાને ઘરે ખસેડવામાં આવી છે અને આરોગ્યકર્મીની સાથે આશાવર્કર બહેનો પણ તપાસ કરવા જાય છે અને તેમની લોહીની ટકાવારી વધે તે માટે લોહીના બાટલા ચડાવામાં આવી રહ્યા છે.

આરોગ્ય અધિકારી ડો.નારણ ડાંગરે જણાવ્યું હતું કે, જો સૂઝબૂઝથી આ મહિલાને સારવાર આપવામાં આવી ન હોત તો જીવ પર જોખમ ઊભો થાત. સામે ખારચિયા હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રથી ઉપલેટા સિવિલ હોસ્પિટલ સુધી ખસેડવાની જરૂરિયાત ઊભી થતા ગાડી મારફતે સિવિલ પહોંચાડ્યા હતા અને ગાયનેકની ટીમને પણ તૈનાત રાખી હતી. હાલ બંને સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...