ક્રાઇમ:પત્ની રિસામણે જતી રહ્યાનો ખાર રાખી યુવાને સાળાને માર માર્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાના મવા રોડ, શ્રી કોલોનીમાં રહેતા અને અભ્યાસ કરતા વત્સલ રમેશભાઇ ઘોણિયાએ લક્ષ્મણધામ સોસાયટી-1માં રહેતા બનેવી દીપક દેવેન્દ્રભાઇ કથીરિયા સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બુધવારે સાંજે તે પિતાની દુકાને જતો હતો. ત્યારે પર્ણકૂટી પોલીસ ચોકી પાસે પાછળથી આવેલા બનેવી દીપકે ટુ વ્હીલ અથડાવી પછાડી દીધો હતો. અને માર મારી હાથમાં બચકું ભરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો હતો. બહેન-બનેવી વચ્ચે મનમેળ નહીં થતા બહેન રિસામણે આવી છે. અને બનેવી સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યાનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...