કેન્દ્રીય મંત્રીનું રાજકોટમાં ટૂંકુ રોકાણ:સૌરાષ્ટ્રમાં કેજરીવાલના પ્રવાસ વધ્યા, રૂપાલાએ કહ્યું- ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈના વિરૂદ્ધમાં મતદાન કર્યું નથી

રાજકોટ2 મહિનો પહેલા
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાતચીત કરી. - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાતચીત કરી.

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં ટૂંકુ રોકાણ કર્યું હતું. તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં મીડિયાએ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનું જોર વધી રહ્યું છે અને અરવિંદ કેજરીવાલ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે તો તે વિશે શું કહેશોના સવાલમાં જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતની રાજનીતિમાં ગુજરાતના મતદારોએ ક્યારેય કોઈના વિરૂદ્ધમાં મતદાન કર્યાનું મને યાદ નથી. રાજનીતિ છે એટલે દરેક લોકો પોતપોતાના પક્ષની વાતો કરવા માટેના પ્રયાસો કરતા હોય છે તે તેમનો વિષય છે.

લમ્પી વાયરસને લઇ કેન્દ્ર-રાજ્ય સરકાર કામ કરી રહી છે
હંમેશા પસંદગીના મતો આપી ગુજરાતના મતદારોએ એક ચોક્કસ દિશામાં લઇ જવાનો પ્રયાસ કર્યો છે. મને કહેતા આનંદ થાય છે કે, ગુજરાતની આ પસંદગીની રાજનીતિએ દેશની રાજનીતિને મોડ આપવાનું કામ કર્યું છે. એ જ રાષ્ટ્રનીતિ બનવાના કામમાં આગળ વધશે. પરષોત્તમ રૂપાલાએ લમ્પી લાયરસને લઇને જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મહામારીમાં ખૂબ જ સાવધાની અને સતર્કતાપૂર્વક કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના સંપર્ક રહીને સમયસર એડવાઇઝરી મોકલી છે. જે રાજ્ય સરકારે આવશ્યતા મુજબ જે મદદ માગી હતી તેને મદદ પણ પૂરી પાડી છે.

પાંચ રાજ્યમાં લમ્પી વાયરસનો વધુ પ્રભાવ છે
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ પાંચ રાજ્યની અંદર આ વાયરસનો પ્રભાવ છે. મેં લમ્પી વાયરસને લઇને પોરબંદરની મુલાકાત લીધી હતી. ગઇકાલે રાજસ્થાનના કૃષિમંત્રી અને પશુપાલન વિભાગના અધિકારીઓ સાથે બેસીને સમગ્ર રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓને ગુજરાત અને રાજસ્થાનમાં મોકલ્યા હતા. અમારા અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓને મળીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એક પ્રકારની ગંભીર મહામારી છે. આથી રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકાર સાથે મળીને તેમનો સામનો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...