પ્રદેશ પ્રમુખનો આક્ષેપ:કેજરીવાલના સંવાદમાં ઉદ્યોગપતિઓ વેપારીઓને જતા અટકાવવા પ્રયાસ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપના ટ્રેડિંગ વિંગના પ્રદેશ પ્રમુખ બારસિયાનો આક્ષેપ
  • રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો બેઠકમાં નહીં જોડાય

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારે રાજકોટમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે, આ કાર્યક્રમમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને જતા રોકવાના પ્રયાસ થઇ રહ્યાના આપના આગેવાને આક્ષેપ કર્યો હતો.

આમ આદમી પાર્ટી ગુજરાતના ટ્રેડિંગ વિંગના પ્રમુખ અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે સાંજે સોમનાથ પહોંચી ગયા છે અને મંગળવારે સવારે સોમનાથ મંદિરે દર્શન કર્યા બાદ રાજકોટમાં કાલાવડ રોડ પર રત્નવિલાસ પેલેસ ખાતે રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સીધો સંવાદ કરશે.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વેપારીઓ અને ઉદ્યોગપતિઓની સમસ્યા અને તેનો શું ઉકેલ હોય શકે તે અંગે ચર્ચા વિચારણા કરશે. બારસિયાએ આક્ષેપ કર્યો હતો કે, આ કાર્યક્રમમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આવે નહીં તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, કેટલાક સંગઠનના હોદ્દેદારોને ધમકાવવામાં પણ આવી રહ્યા છે, તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોને પણ આપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના હોદ્દેદારો આપના કાર્યક્રમમાં હાજર નહીં રહે તેવું વેપારી વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું.

જામનગર ભાજપના પૂર્વ સાંસદના પુત્રવધૂ દિવ્યાબેન આપમાં જોડાયાં
જામનગર જિલ્લાના 5 વખત સાંસદ રહી ચૂકેલા ચંદ્રેશ પટેલની પુત્રવધૂ દિવ્યાબેન કોરડિયા વિધિવત ‘આપ’માં જોડાઈ ગયાં. 4 વર્ષ પૂર્વે સાંસદના પુત્ર અને પરિવાર સાથે વિખવાદ થયા બાદ પુત્રવધૂ અલગ રહે છે, જેનો હાલ કોર્ટમાં કેસ ચાલુ છે,

અન્ય સમાચારો પણ છે...