દિલ્હીના CMની રાજકોટ મુલાકાત:કેજરીવાલ 11 મેએ બપોરે 2.45 વાગ્યે આવશે, સામાજિક સંગઠનો સાથે બેઠક બાદ સભા ગજવશે, રાત્રિ રોકાણ કરશે

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી. - Divya Bhaskar
આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી.
  • સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાનમાં સભા, ઇમ્પિરીયલ પેલેસ હોટલમાં રોકાણ કરશે

દિલ્હીના મુખ્યમંત્રી 11 મેના રોજ રાજકોટ આવી રહ્યા છે. જેને લઇને આજે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત આપના પ્રભારી ગુલાબસિંહે જણાવ્યું હતું કે, દેશને સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્યની આશા છે. સસ્તી અને ફ્રી વીજળી અને પાણીની આશા છે. અરવિંદ કેરજરીવાલ રાજકોટમાં 11 મેએ બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવશે. હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં સ્ટે કરશે. અહીં તેમની સામાજિક સંગઠનો અને સારી વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે. બાદમાં સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે સભા સંબોધશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. રાત રાજકોટમાં જ રોકાશે અને 12ના રોજ દિલ્હી જવા રવાના થશે.

રાજકોટ આપના નેતાઓ તૈયારીમાં લાગ્યા
11મેએ યોજાનાર કેજરીવાલની જાહેરસભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની જાહેરસભાને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તૈયારીમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં કોંગ્રસ-ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકરો આપની ટોપી પહેરી પાર્ટીમાં જોડાય તેવી રાજકીય હલચલ શરૂ થઈ છે.

જાહેરસભા પહેલા રોડ-શો યોજાશે
અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી હતી. જેને વહીવટી તંત્રએ મંજૂરી આપી દીધી છે. સભા પહેલા રોડ-શો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...