• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Keeping You In The Room, The Husband Used To Say, I Am Not Interested In You, I Have Brought You Only To Sleep, The Husband Used To Drink And Fight At Night.

ભાસ્કર ખાસ:રૂમમાં પૂરી રાખી પતિ કહેતા, તારામાં મને રસ નથી, હું તને ફક્ત સુવા માટે જ લઇ આવ્યો છું, પતિ રાત્રે દારૂ પીને ઝઘડા પણ કરતો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટની પરિણીતાને કાઢી મુકનાર અમદાવાદ સ્થિત સાસરિયાઓ સામે ફરિયાદ
  • { નણંદ કપડાં સંતાડી દેતી અને કહેતી, તારા કપડાં વાંદરા લઇ ગયા છે તેમ કહી ત્રાસ આપતા

પુત્રવધૂ પર ત્રાસ આપવાના વધુ એક બનાવની રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા ઢોલરિયાનગર-6માં છેલ્લા ત્રણ વર્ષથી માવતરે રહેતી દિપલ નામની પરિણીતાએ અમદાવાદના ઓઢવમાં રહેતા પતિ મિતેષ, સસરા અનિરુદ્ધભાઇ મનહરલાલ રાઠોડ, સાસુ સોનલબેન, નણંદ રિંકલબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ મુજબ, મિતેષ સાથે તેના લગ્ન તા.10-2-2019ના થયા છે. સાસરે સંયુક્ત પરિવારમાં રહેતા હોય બે મહિના બાદ જ પતિએ પોતાના પર શંકા-કુશંકાઓ કરી ઝઘડાઓ ચાલુ કર્યા હતા. જેને કારણે પોતાને એક રૂમમાં પૂરી રાખતા હતા. ક્યારેક ફરવા લઇ જાય તો તારી પાછળ આટલા રૂપિયા વાપર્યા તેમ કહી મેણાં મારતા હતા. પતિ મિતેષને દારૂ પીવાની ટેવ હોય દારૂ પીવાની ના પાડતા તે મોડી રાતે પોતાની સાથે ઝઘડો કરતા અને કહેતા કે તારા જેવી બીજી કેટલી છોકરીઓ હું લઇ આવીશ, મને તારામાં રસ નથી, હું ફક્ત તને સુવા માટે જ લઇ આવ્યો છું.

મોબાઇલ પર મોડે સુધી બીભત્સ પિક્ચરો જોઇને કહેતા કે તું ગાંડી છો, મગજ વગરની છો તેમ કહી સંભળાવતા રહેતા હતા. પતિને પરસ્ત્રીઓ સાથે સંબંધો હોય મોડે સુધી સોશિયલ મીડિયામાં વાતો કરતા રહેતા હતા. જેથી પોતે આ અંગે સાસુ-સસરા અને નણંદને કહેતી તો તેઓ પણ પતિને સાથ આપી તેમને ઉપસાવતા રહેતા હતા. સાસુ-સસરા રસોઇ અને ઘરકામ મુદ્દે મેણાં મારતા રહેતા હતા. જ્યારે નણંદ પોતાના કપડાં સંતાડી દેતી હોય કપડાં અંગે પૂછતા તારા કપડાં વાંદરા લઇ ગયા છે, તું સાવ સસ્તા કપડાં લઇ આવી છો, મોંઘા કપડાં લઇ આવ તેમ કહી કરિયાવર મુદ્દે મેણાં મારતા રહેતા હતા.

એટલું જ નહિ નણંદ કુટુંબમાં વિવાદ ઊભો કરવા સાસુ-સસરાને કહેતા કે, આને તમે સાચવશો તો હું ઘર છોડીને ભાગી જઇશની ગર્ભિત ધમકી દેતા રહેતા હોય પતિ, સાસુ-સસરા પોતાને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે પોતાને પિયરથી મળેલા ઘરેણાં પહેરવા માટે માગું તો મને કહેતા કે, તારે પહેરીને ક્યાં જવું છે, તારી નજર અમારી મિલકત પર છે તેમ કહી મેણાં મારતા હતા.

અને પોતાને ઘરની બહાર જતા રહેવા દબાણ કરતા હતા. દરમિયાન તા.14-8-2019ના રોજ કોઇ વાંક વગર જ પતિ, સાસુ-સસરા અને નણંદે ઝઘડો કરી પોતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પોતે પિયર આવી ગઇ હતી. ત્યારે પતિ સહિતના સાસરિયાઓ પોતાને સ્વીકારવા માટે તૈયાર ન હોય લગ્ન હક્ક પૂરા કરવા માટે લીગલ નોટિસ પણ મોકલી હતી, પરંતુ યોગ્ય પ્રત્યુત્તર નહિ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...