ગુજરાતના સ્થાપના દિવસે 1 લી મેના રોજ કચ્છ માતાના મઢથી શરૂ થયેલી રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. જેમાં કરણી રથનું શહેરમાં આગમન થયું હતું અને માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જોડાયા હતા.
ભાજપનાં અગ્રણીઓ સ્વાગત કરવામાં આવ્યું
ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ અને રાજપૂત પરંપરાને ઉજાગર કરવાનાં ઉદેશ સાથે યોજાયેલી આ એકતાયાત્રાને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ એકતાયાત્રા સવારે 11:30 કલાકે અમીન માર્ગના છેડે અમૃત સાગર પાર્ટી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ ખાતે પણ પહોંચી હતી. જ્યાં ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જીતુ કોઠારી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિત ભાજપનાં અગ્રણીઓ દ્વારા એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
આ એકતા યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાજશકિત મહિલા મંડળ દ્વારા 150 ફૂટ રીંગ રોડ, ગોવર્ધન ચોક ખાતે પણ કરણી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાનાં વોર્ડ નં.17ના ભાજપનાં કોર્પોરેટર અને રાજશકિત મહિલા મંડળનાં પ્રમુખ કિર્તીબા રાણા સહિત ક્ષત્રિય સમાજનાં બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતાયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.