તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણાથી મંજૂરી વિના રાજકોટ આવેલા કર્મકાંડી બામણબોર પાસે પકડાઇ ગયા

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદથી મંજૂરી વગર રાજકોટ આવેલા દંપતી સામે ગુનો નોંધાયો

લોકડાઉન દરમીયાન મંજૂરી વગર જુદા જુદા શહેરોથી રાજકોટ આવેલા કર્મકાંડી યુવાન અને દંપતી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રથમ બનાવમાં મૂળ કચ્છના અને હાલ રાજકોટ નાણાવટી ચોક પાસે રાધિકા પાર્કમાં રહેતા ભરતભાઇ ભાવેશભાઇ જોષી નામના કર્મકાંડી યુવાન સામે કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી છે. ભરતભાઇ લોકડાઉનમાં હૈદ્રાબાદ અટવાઇ ગયા હતા. દરમિયાન હૈદ્રાબાદથી મહેસાણા સુધીની તંત્રએ મંજૂરી આપતા તેઓ મહેસાણા પહોંચી ગયા હતા. બાદમાં ભરતભાઇ મહેસાણાથી મંજૂરી વગર રાજકોટ આવવા નીકળી ગયા હતા. ત્યારે રવિવારે સવારે સાડા આઠ વાગ્યે બામણબોર ચેક પોસ્ટ પહોંચતા પોલીસ પૂછપરછમાં તેમને મંજૂરી હૈદ્રાબાદથી મહેસાણાની જ હતી. કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી છે. બીજા બનાવમાં થોરાળા પોલીસે ગંજીવાડા-6માં રહેતા કનુભાઇ શિવાભાઇ પટેલ અને તેના પત્ની રાણી આણંદ જિલ્લામાથી મંજૂરી વગર રાજકોટ તેમના ઘરે પહોંચી ગયાની પોલીસને ખબર મળતા દંપતી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

બે શખ્સ સોપારીના બે કોથળા સાથે પકડાયા
ક્રાઇમ બ્રાંચની ટીમ ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર મેઇન રોડ પર પેટ્રોલિંગમાં હતી. ત્યારે બે શખ્સ ટુ વ્હિલ પર કોથળા સાથે જઇ રહેલા બંને શખ્સને અટકાવ્યા હતા. પૂછપરછ કરતા એકનું નામ ચેતન લક્ષ્મણભાઇ જસાણી અને જીવરાજ રવજીભાઇ બાવળિયા હોવાનું જણાવ્યું હતું. તલાશી લેતા અંદરથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને સામે જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે રાધેશ્યામ પાર્ક-2માં રહેતા નિલેશ વિનોદભાઇ પરમારને રોકડિયા પાર્ટી લોન્જ મેઇન રોડ પરથી તમાકુવાળી 150 ફાકી સાથે, રામનાથપરા, ભવાનીનગર-4માં રહેતા દેવજીભાઇ ઠાકરશીભાઇ નસિતને કનક રોડ પરથી બીડીના એક બાંધા સાથે, જ્યારે સાધુ વાસવાણી રોડ, રઘુવીર પાર્ક-1માં રહેતા હરેશ દેવશી કાલરિયા અને તેના ભાઇ હિતેશને તેના ઘર પાસેથી તમાકુ, સિગારેટ, ફાકી વગેરે મળી રૂ.3460ના જથ્થા સાથે ઝડપી લીધા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો