અનોખી ઉજવણી:દેશમાં આ વખતે ઉજવાશે કામધેનુ દીપાવલી, ગાયના છાણમાંથી બનેલા 101 કરોડ દીવડા ઝગમગાટ કરશે

રાજકોટએક મહિનો પહેલા
દિવાળીમાં ગાયનાં છાણનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે
  • રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયના છાણમાંથી દીવાઓ બનાવીને 35થી 40 કરોડ પરિવાર સુધી પહોંચાડશે
  • આત્મનિર્ભર ભારત અભિયાન અને પ્રધાનમંત્રીનાં લોકલ ફોર વોકલ સુત્રને પણ સાર્થક કરવામાં આવશે

છેલ્લા બે વર્ષ થી કોરોનાને કારણે તહેવારોની રંગત ફિકી પડી છે. ત્યારે આ દિવળીને લોકો કામધેનુ દિપાવલી તરીકે ઉજવણી કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશભરમાં ગાયનાં છાણમાંથી બનેલ 101 કરોડ દિવાઓથી ઝગમગાવવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગે આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 35થી 40 કરોડ પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહીં અનેક પરિવારોને રોજગારી આપી આત્મનિર્ભર ભારત અભિયાન અને પ્રધાનમંત્રીનાં લોકલ ફોર વોકલ સુત્રને પણ સાર્થક કરવામાં આવશે.

દિવાળીમાં ગાયનાં છાણનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે
ગોમયે વસતે લક્ષ્મી. એટલે ગાય હોઈ ત્યાં લક્ષ્મીનો વાસ હોય. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ અયોગ દ્વારા છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારી વચ્ચે લોકો ઘરે ઘરે ગાયના છાણમાંથી બનેલ દિવળા પ્રજ્વલિત કરે તેવું આયોજન કર્યું છે. આ અંગે રાષ્ટ્રીય કામધેનુ અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારમાં ગાયનાં છાણનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દેશના અલગ-અલગ રાજ્યોના ગૌસંવર્ધન આયોગ, સ્વયંસેવી સંગઠનો, મંદિરો-આશ્રમ, મઠ અને ગૌશાળાઓ, સ્વયં સેવી સંસ્થાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 35થી 40 કરોડ પરિવારોને આપવામાં આવશે
ગાયના છાણમાંથી બનેલ દિવાઓ 35થી 40 કરોડ પરિવારોને આપવામાં આવશે

ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગાયમાં છાણમાંથી બનનાર દિવાઓના આ પ્રોજેકટને ગોમય દિપક કામધેનુ દીવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દિપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તીઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે. ગત વર્ષે 33 કરોડ દિવડાઓ બનાવ્યા હતા અને આ વખતે 101 કરોડ ગાયનાં છાણમાંથી દિવડાઓ બનાવીને ઉજવણી કરવામાં આવશે.

રાષ્ટ્રીય કામધેનુ અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયા
રાષ્ટ્રીય કામધેનુ અયોગના પૂર્વ ચેરમેન ડો. વલ્લભ કથીરિયા

35થી 40 કરોડ લોકો સુધી આ દિવડા પહોંચશે
તો બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દિવાઓ બનાવીને લાખો પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35થી 40 કરોડ લોકો સુધી આ દિવાઓ આપવામાં આવશે. એટલું જ નહીં આ કાર્યમાં અનેક મહિલાઓ, સોસાયટીઓના લોકોને જોડી અને પોતે ઘરે ગાયના છાણમાંથી દિવા બનાવી વેચી શકે તેની પ્રેકટીસ પણ વિડીયો કોન્ફરન્સથી આપવામાં આવી છે અને આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં લોકલ ફોર વોકલનાં સુત્રથી રોજગારી પુરી પાડવામાં આવશે.

લોકલ ફોર વોકલનાં સુત્રથી રોજગારી પુરી પાડવામાં આવશે
લોકલ ફોર વોકલનાં સુત્રથી રોજગારી પુરી પાડવામાં આવશે

છાણમાંથી દિવડા બનાવવાથી ગૌપાલકો અને ગૌ શાળાઓને ફાયદો થશે
આ અંગે ડો. વલ્લભ કથિરીયાએ જણાવ્યું હતું કે, ગાયનાં છાણમાંથી દિવડા બનાવવાથી ગૌપાલકો અને ગૌ શાળાઓને ફાયદો થશે. એટલું જ નહિં ચાઇનાનાં દિવડાની સામે ગાયનાં છાણમાંથી બનેલા દિવળાઓ ટક્કર આપશે. લોકો આ વખતે લોકલ ફોર વોકલનાં નારા સાથે ગાયનાં છાણમાંથી બનાવેલા દિવડાનો ઉપયોગ કરીને આપણી સંસ્કૃતિ મુજબ ગાયનાં છાણનો દિવાળીનાં શુભ અવસર પર ઘરમાં દિવળાનાં સ્વરૂપે ઉપયોગ કરી શકે છે. મથુરામાં પણ આ વર્ષે દિવાળી પર ગાયના છાણના દિવાઓ પ્રગટાવી દિવાળી ઉજવાશે. આ કાર્યથી એક તરફ લોકોને કામ મળશે તો બીજી તરફ પશુપાલકો પણ આત્મનિર્ભર બનશે.