તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Kalyani Couple From Rajkot Celebrates Marriage Anniversary By Refilling Oxygen To Coronary Patients, Refilling More Than 100 Patients Every Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો સેવા યજ્ઞ:રાજકોટના કલ્યાણી દંપતીએ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓકિસજન રીફીલ કરીને મેરેજ એનીવર્સરીની ઉજવણી કરી, રોજ 100થી વધુ દર્દીઓને રીફીલ કરી આપે છે

રાજકોટ8 દિવસ પહેલાલેખક: શુભમ્ અંબાણી
જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનની કમી ન થાય એ જ મારો હેતુ છે - કલ્યાણી દંપતી
  • ગત વર્ષે 15 હજાર વોશેબલ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક આપ્યા હતા

કોરોના નામનો દૈત્ય આજે સમસ્ત વિશ્વને ઘમરોળી રહ્યો છે. રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક અને સેનિટાઇઝર સક્ષમ પરિબળ બન્યા છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને આજકાલ ઓક્સિસજનની અતિ આવશ્યકતા રહે છે. આવા સમયે હેમાંગભાઈ કલ્યાણી અને મૌસમીબેન કલ્યાણીએ મેરેજ એનિવર્સરીની ઉજવણી આવા કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સાથે કરી છે. તેઓ રાધિકા સ્કૂલ સાથે જોડાયને રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપે છે. ગત વર્ષે પણ આ દંપતીએ ગુણવત્તાયુક્ત કપડામાંથી 15 હજારથી પણ વધુ વોશેબલ માસ્ક બનાવીને જરૂરિયાતમંદ લોકોમાં નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.

જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનની કમી ન થાય એ જ મારો હેતુ છે
આ અંગે વાત કરતા મૌસમીબેન જણાવે છે કે, કોરોનાની મહામારીમાં આજે ઓક્સિજનની અતિ આવશ્યકતા રહેલી છે. ત્યારે અમારો એક જ હેતુ છે કે જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજનની કમી ન થાય અને તેઓ રોગથી રક્ષણ મેળવી શકે. અન્યને મદદરૂપ થવું એ જ સાચો માનવ ધર્મ છે. આ સમયમાં જરૂરિયાતમંદ લોકોની મારે સેવા કરવી હતી.માટે અમે આ સેવાયજ્ઞ શરુ કર્યો છે. ગત વર્ષે પણ અમે આ જ રીતે માસ્ક બનાવીને એનિવર્સરીની ઉજવણી કરી હતી. અમે તો અમારો માનવ ધર્મ નિભાવી રહ્યાં છીએ.

કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક
કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક

રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન રિફીલ કરી આપીએ છીએ
વધુમાં તેમના પતિ હેમાંગભાઈએ જણાવ્યું હતું કે, લોકોને મદદરૂપ થવું એ અમારો ધ્યેય છે. આ માટે અમને ત્રંબા ખાતે આવેલી રાધિકા સ્કૂલનો સહયોગ મળ્યો છે. મારા પત્ની ત્યાં એડમિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સંભાળે છે. હાલ અમે રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઈ ઢોલરિયા સાથે જોડાયને રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન રિફીલ કરી આપીએ છીએ. અમે રાજકોટ જિલ્લા ઉપરાંત ભાવનગર અને અન્ય શહેરોમાં પણ ઓક્સિજન રિફીલિંગ માટે જઈએ છીએ.

કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક
મૌસમીબેને વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં માસ્ક પહેરવું અતિ આવશ્યક છે. ગત વર્ષે મારો વોશેબલ માસ્ક બનાવવાનો એક જ હેતુ હતો કે જરૂરિયાતમંદ લોકો કોરોનાથી રક્ષણ મેળવી શકે. આ સમયમાં માસ્ક બનાવીને હું મારો માનવ ધર્મ નિભાવી રહી હતી. તેમની વાતમાં સહમત થતા તેમના પતિ હેમાંગભાઈ કલ્યાણી જણાવે છે કે, હું મારી પત્નીના કાર્યને બિરદાવું છું, આપણી આસપાસ ઘણાં એવા લોકો હશે જેમની પાસે આવશ્યક ચીજવસ્તુઓનો પણ અભાવ હોય. આવા જરૂરિયાતમંદ લોકોને માસ્ક આપીને અમે એમને રોગના સંક્રમણથી બચાવવા માંગીએ છીએ.

રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપે છે
રોજ 100થી વધુ લોકોને ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપે છે

લોકડાઉન-1 અને 2માં મૌસમીબેને 15 હજાર માસ્ક બનાવ્યા હતા
મૌસમીબહેને પહેલા અને બીજા લોકડાઉન દરમિયાન રૂ.1 લાખના સ્વખર્ચે તેમણે માસ્ક બનાવીને 15 હજાર જેટલા જરૂરિયાતમંદ લોકો સુધી તેમણે માસ્ક પહોંચાડી દીધા હતાં. તેમના આ ભગીરથ કાર્યમાં તેમને પોલીસ તંત્રનો પણ સહયોગ મળ્યો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ. સેજલબેન પટેલે મૌસમીબેનના ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરી અને તેમના ધ્યાનમાં જે જરૂરિયાતમંદ લોકો હતા તેમને મૌસમીબેનના માધ્યમથી માસ્ક પહોંચાડ્યા. મૌસમીબેનના આ સેવાયજ્ઞમાં ઘણાં લોકો નાણાં પણ આપવા માંગતા હતા. પણ મૌસમીબેને બધાને એક જ વિનંતી કરી કે, જો કંઈ આપવું જ હોય તો ઉત્તમ ક્વોલિટીનું સુતરાઉ કાપડ આપો જેથી વધુને વધુ માસ્ક બની શકે અને જરૂરિયાત મંદ લોકોને માસ્ક મળી શકે.

અનેક સેવાભાવી સંસ્થાઓને અસંખ્ય માસ્ક પહોંચાડ્યા
મૌસમીબેનના આ વિચારને અનુલક્ષીને મોઢ અગ્રણી ધર્મેશભાઇ જીવાણીએ 28 મીટર સુતરાઉ કાપડ અને ઉપયુક્ત માત્રામાં ઇલાસ્ટિક, હરેનભાઈ મહેતાએ 24 મીટર સુતરાઉ કાપડ અને રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઈ ઢોલરિયાએ માસ્ક બનાવવા માટેનું રો-મટીરીયલ પ્રદાન કર્યુ છે. કલ્યાણી દંપતીએ માત્ર જરૂરિયાતમંદ લોકોને જ નહીં પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓને અસંખ્ય માસ્ક પહોંચાડ્યા છે. અને હાલ ઓક્સિજન રિફિલિંગ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો