કાળીચૌદશ:ચિત્રા નક્ષત્રમાં આજે સવારે 9 કલાક બાદ કાળીચૌદશ મનાવાશે, નૈવેદ્ય માટે આખો દિવસ અને રાત્રી શુભ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આસો વદ તેરસને બુધવારે તા.3 નવેમ્બરને સવારે 9 વાગ્યા સુધી તેરસ તિથિ છે. ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે આથી બુધવારે આખો દિવસ અને રાત કાળીચૌદશ છે તેમજ કાળીચૌદશના દિવસે ચિત્રા નક્ષત્ર આ વર્ષે ઉત્તમ છે.

ગાયત્રી ઉપાસક ઘનશ્યામભાઈ ઠક્કર જણાવે છે કે, કાળીચૌદશને રૂપ ચતુદર્શી, નરક ચતુદર્શી, વૈકુંઠ ચતુદર્શી અને કાળ ચતુદર્શી પણ કહેવામાં આવે છે. કાળીચૌદશના દિવસે સવારે નિત્ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યંગ સ્નાન કહેવાય છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળીચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે. આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. કાળીચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેદ્ય ધરાવાનું પણ મહત્ત્વ છે.

કાળીચૌદશના દિવસે હનુમાન ચાલીસાના 11 પાઠ કરવા અથવા તો સુંદરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાસના, બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે. કાળીચૌદશના નૈવેદ્ય માટે આખો દિવસ અને રાત્રી શુભ છે.કાળીચૌદશના દિવસે સાંજના સમયે ઘરમાં મંદિર પાસે યમદેવના 14 તેલના દીવાં કરવા, પ્રાર્થના કરવી, આમ કરવાથી રક્ષા થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે.

અન્ય સમાચારો પણ છે...