તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રહ અસર:આજે રાત્રીથી ગુરુ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે, 10 રાશિના જાતકોને નોકરી, વ્યાપાર-ધંધા પર સારી અસર

રાજકોટ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતની વિદેશમાં નામના થાય, લોકોએ બીમારીઓથી સાવચેત રહેવું જરૂરી બને

ગુરુ ગ્રહ તારીખ 5 એપ્રિલને સોમવારે રાત્રે 12.32 કલાકે મકર રાશિમાંથી કુંભ રાશિમાં જશે, જે કુંભ રાશિમાં તારીખ 14 સપ્ટેમ્બર સુધી રહેશે અને ત્યારબાદ ફરી મકર રાશિમાં આવશે. શુભ પરિણામ આપનારા ગુરુને તમામ ગ્રહોમાં મોટા ગણવામાં આવે છે. મકર રાશિની યાત્રા સમાપ્ત કરીને તે કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ રાશિ પરિવર્તનના શુભ પ્રભાવોને કારણે જુદી જુદી 10 રાશિના જાતકોને નોકરી, દાંપત્ય જીવન, વ્યાપાર-ધંધા, વિવાહ માટે, કૌટુંબિક સંબંધોમાં, આરોગ્યમાં સારી અસર પાડશે.

શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે કે, જ્યારે ભારત દેશની રાશિ કુંડળી પ્રમાણે ગુરુ પરાક્રમ ભુવનમાંથી પસાર થશે તેથી લોકોએ મહેનત વધારે કરવી પડે, વિદેશમાં ભારતની નામના થાય, બીમારીઓથી સાવચેત રહેવું લોકોએ જરૂરી બને અને લોકોએ આયોજન કરીને જીવનમાં આગળ વધવું. જે લોકોને જન્મકુંડળીમાં ગુરુ નબળો છે તેઓએ 21 ગુરુવારના એકટાણા રહેવા અને પીળી વસ્તુનું દાન કરવું.

ગુરુનું રાશિ પરિવર્તન કઈ રાશિને કેવું ફળ આપશે
મેષ: મહેનતના ફળમાં વૃદ્ધિ થાય, વિદ્યાર્થી વર્ગને લાભ મળે, વિવાહ માટે યોગકારક છે.
વૃષભ: કૌટુંબિક સંબંધો સારા બને, જમીન-મકાનના યોગ ખરા, શત્રુ દૂર થાય.
મિથુન: માનસિક સ્થિરતા આપે, ભાઈ-બહેન સાથે સુમેળ રહે, વિદ્યા-અભ્યાસમાં રાહત મળે.
કર્ક: બચત વધારવામાં ગુરુ મદદરૂપ થાય, જમીન-મકાન-વાહન લેવાના યોગ સારા.
સિંહ: વ્યાપાર-ધંધા-ભાગીદારીમાં લાભ મળે, મહેનતનું ફળ પણ અપાવે.
કન્યા: વ્યાપાર-નોકરીમાં લાભ મળે, ખર્ચા પર કાબૂ રાખી શકો, બચત વધારવાથી ભવિષ્ય સુધરે.
તુલા: વિદેશ વ્યાપારનો લાભ મળે, માનસિક સ્થિરતા અને આરોગ્ય જળવાઈ રહે.
વૃશ્ચિક: જમીન-મકાનના કાર્યોમાં વિલંબ થાય, વ્યાપારમાં પ્રગતિ થાય.
ધન: ભાઈ-બહેન સાથે હળીમળીને રહેવું ભાગ્યોદય કરાવે, મહેનતનું ફળ થોડું મોડું મળે.
મકર: આવક કરતા ખર્ચ વધે, ઓછું અને વિચારીને બોલવું, વ્યાપારમાં સારું રહે.
કુંભ: પનોતીના અશુભફળમાં માનસિક શાંતિ આપે, વિદ્યાર્થી વર્ગ માટે સારું રહે.
મીન: જમીન-મકાનના યોગ સારા, વારસાકીય પ્રશ્નો ઉકેલાય, શત્રુનો સામનો કરી શકો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો