પરીક્ષા:જુનિયર ક્લાર્ક | 16મીથી કોલલેટર ડાઉનલોડ થશે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 29મીએ પંચાયત મંડળ દ્વારા પરીક્ષા લેવાશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનિયર ક્લાર્ક (વહીવટ-હિસાબ)ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી તારીખ 29મી જાન્યુઆરીએ લેવાનાર છે ત્યારે આ પરીક્ષા માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષાના ઉમેદવારો 16થી 29 જાન્યુઆરી દરમિયાન પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેમની પાસે આ કોલલેટર નહીં હોય એ પરીક્ષામાં બેસી શકશે નહીં.

પંચાયત મંડળ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ઉમેદવારે કોલલેટર-પ્રવેશ ઉપરની તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ડાઉનલોડ કરેલ કોલલેટર-પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ. 29મીએ લેવાનારી પરિક્ષાના કોલલેટર 16મીથી મળશે.

અન્ય સમાચારો પણ છે...