તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દારૂની બોટલ સાથે ફરતા જુનિ. સુપરિન્ટેન્ડેન્ટ સસ્પેન્ડ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ કોણ પાર્ટી કરે છે તે યુનિવર્સિટી ન શોધી શકી, પોલીસ ફરિયાદ પણ ન કરી

શિક્ષણના ધામમાં જ દારૂની મહેફિલો થતી હોવાનું બહાર આવતા શિક્ષણજગતમાં ફિટકાર વરસી રહ્યો છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ આરદેશણા દારૂની બોટલ સાથે કેમ્પસ ઉપર લટાર મારતા હોવાનો વીડિયો અને ફોટા ફરતા થતા યુનિવર્સિટીના સત્તાધીશોએ આ અંગે પોલીસ ફરિયાદ કરવાને બદલે ખુદ સિન્ડિકેટ સભ્યોની કમિટી બનાવી 7 દિવસમાં રિપોર્ટ આપવા જણાવાયું હતું. જેમાં મંગળવારે પરીક્ષા વિભાગના કર્મચારી હિતેશ આરદેશણાને સસ્પેન્ડ કરવા નિર્ણય લેવાયો હતો.

આ કર્મચારીના દારૂની બોટલ સાથેના વીડિયો ફરતા થયા તેના અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી ચાર-પાંચ દારૂની બોટલ મળી આવી હતી. શિક્ષણના ધામમાં દારૂની મહેફિલો થઇ રહી હોવાનું બહાર આવ્યું છે પરંતુ તે કોણ કરી રહ્યું છે, અન્ય કેટલા કર્મચારી આમાં સામેલ છે તે અંગે યુનિવર્સિટી હજુ સુધી કોઈ પ્રકારની તપાસ કરાવી શકી નથી.દારૂની બોટલ સાથે યુનિવર્સિટીના કર્મચારીના ફોટા બહાર આવ્યા બાદ તે દારૂ ક્યાંથી આવ્યો, કોણે અને ક્યારે પાર્ટી કરી, બીજા કેટલા કર્મચારી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ છે તે અંગેની તપાસ કરવાનું કામ સામાન્ય રીતે પોલીસ કરે છે

પરંતુ યુનિવર્સિટીએ આ મુદ્દે પોલીસને જાણ કરવા, અરજી આપવા કે ફરિયાદ કરવાને બદલે પોતે જ કમિટી રચી તપાસ કરાવી પરીક્ષા વિભાગના કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. જોકે વિદ્યાના ધામમાંથી આ પ્રકારનું દૂષણ ડામવા સત્તાધીશોએ યુનિવર્સિટી કેમ્પસના ખૂણે ખૂણાના સીસીટીવી ફૂટેજ તપાસી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા કર્મીઓને પકડવા જોઈએ તેવું અધ્યાપકો-કર્મચારીઓ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...