તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરૂરિયાત:જૂનાગઢ, મોરબી અને જામનગર હોસ્પિટલમાં 500 બેડની જરૂરત

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજકોટ સુધી દર્દીઓને ધક્કા ન થાય તે માટે વ્યવસ્થા
 • તંત્ર સાથેની બેઠકમાં આઇઆઇએમનું સૂચન

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબોએ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર સાથે બેઠક કરીને માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓની સારવાર માટે નર્સિંગ હોમ શરૂ કરવા માટેનો કોલ આપ્યો હતો. આ સાથે જ રાજકોટની આસપાસના જિલ્લાઓમાં બેડની સંખ્યા વધારવાનું સૂચન કર્યું છે.

તબીબોએ જણાવ્યું હતું કે, મોરબી, જામનગર અને જૂનાગઢના ઘણા દર્દીઓ રાજકોટ સારવાર માટે આવે છે અને આ શિફ્ટિંગ દરમિયાન તેમની તબિયત ગંભીર બને છે અને ઘણા તો રસ્તામાં જ દમ તોડી દે છે. જૂનાગઢ અને જામનગરમાં મેડિકલ કોલેજ પણ છે તો ત્યાંની સરકારી હોસ્પિટલમાં 500-500 બેડની વ્યવસ્થા કરવી જોઈએ જેથી મહત્તમ દર્દીઓ ત્યાં જ રહીને સારવાર કરાવે તો મૃતાંક પણ ઘટે આ મામલે જિલ્લા કલેક્ટરે ઉચ્ચ કક્ષાએ સૂચન પહોંચાડવાનું જણાવ્યું હતું.

રાજકોટની સ્થિતિ વિશે તબીબોએ કલેક્ટરને 50થી 60 નર્સિંગ હોમ શરૂ કરવાની ખાતરી આપી છે અને આ તમામ જગ્યાએ પૂરતી વ્યવસ્થા થતા 350 બેડનો વધારો થશે અને ત્યાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર લઈ શકશે જેથી અન્ય હોસ્પિટલ પરથી ભારણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો