તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતનો શ્વાસ:ગોંડલમાં ઘરમાં ઘૂસેલા દીપડાને પકડવા જુનાગઢ વન વિભાગે ડ્રોન કેમેરાની મદદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ'તુ, 7 કલાકના રેસ્ક્યૂ બાદ પાંજરે પુરાયો

ગોંડલ4 મહિનો પહેલા
ગોંડલમાં દીપડાને બેભાન કરી પાંજરે પુરાયો - Divya Bhaskar
ગોંડલમાં દીપડાને બેભાન કરી પાંજરે પુરાયો
  • દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો
  • વન વિભાગે બેભાન કરવા ગન શૂટ કરતા દીપડો ઘરમાંથી બહાર નીકળી શાળા.5માં ઘૂસ્યો

ગોંડલના ભગવતપરા શાળા નંબર 5 પાસે આવેલા મકાનમાં દીપડો ઘૂસી ગયો હતો. દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો. દીપડાને પકડવા માટે જુનાગઢથી રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી. ગનમેન શોટ ટીમ પણ પહોંચી હતી. પરંતુ દીપડાને પકડવામા સફળતા ન મળતા વન વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદ લઈ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. બકારાને પણ અગાસી પરથી દોરડા વડે મકાનમાં ઉતારવામાં આવ્યો હતો. સતત ચાર કલાક જેવું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. દીપડાએ વન વિભાગને દોડતું કર્યુ હતું. વન વિભાગે બેભાન કરવા ગન શૂટ કરતા દીપડો ઘરમાંથી બહાર નીકળી શાળા.5માં ઘૂસ્યો હતો. 7 કલાકના રેસ્કયૂમાં ગન વડે બેભાન કરી દીપડાને પાંજરે પુરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જુનાગઢથી વન વિભાગની ટીમ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું
જુનાગઢથી વન વિભાગની ટીમ આવી પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું

વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
ગોંડલ શહેરના ભગવતપરા શાળા નં 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતાં લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. દીપડાને પાંજરામાં પૂરવા ગનથી દીપડાને બેભાન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગ્રીલથી દીવાલમાં હોલ પાડવામાં આવ્યો હતો અને દીપડાને ગન શૂટ કરી બેભાન કર્યો હતો.

આ પણ વાંચોઃ ગોંડલના બંધ મકાનમાં દીપડો ઘૂસ્યો, વન વિભાગના અધિકારી જોવા ગયા અને દીપડાએ હુમલો કરી દેતાં લોહીલુહાણ, દીપડો બહાર નીકળતાં જ લોકોમાં

ગોંડલમાં દીપડાને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ અને બકરાને અગાસી પરથી નીચે ઉતારાયો હતો
ગોંડલમાં દીપડાને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ અને બકરાને અગાસી પરથી નીચે ઉતારાયો હતો

80 વર્ષનાં માજીએ સાવરણી ઉગામતાં દીપડો સામેના મકાનમાં જતો રહ્યો હતો
દીપડો જ્યાં ઘૂસ્યો હતો તેની સામેના મકાનમાં પહેલા દીવાલ ટપીને આવ્યો હતો. ત્યાં 80 વર્ષની ઉંમરનાં લાભુબેન ડાયાભાઇ જેઠવા નામનાં માજી ફળિયામાં બેઠાં હતાં. તેમણે સાવરણી હાથમાં લેતાં ડેલી ખૂલી હતી એટલે ત્યાંથી એ સામેના મકાનની બેઠક ખુલ્લી હતી ત્યાં ઘૂસી ગયો હતો.

ગન વડે દીપડાને બેભાન કર્યો હતો
ગન વડે દીપડાને બેભાન કર્યો હતો

અમે રૂમમાં બેઠા હતા અને અચાનક દીપડો નીકળ્યોઃ મકાનમાલિક
મકાનમાલિક સંદીપ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અમે રૂમમાં બેઠા હતા અને મોબાઈલમાં મથતા હતા. ત્યારે દીપડો અચાનક જ નીકળ્યો આથી મને થયું કૂતરો છે, એટલે હું જોવા માટે બહાર આવ્યો હતો તો મારાં ભાભીએ બાળકને હટાવી લીધું હતું. બાદમાં ઘરના બધા સભ્યોને મેં રૂમની બહાર કાઢ્યા હતા. અમે ઘરની બહાર નીકળ્યા ત્યારે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

દીપડો વન વિભાગને હાથ લાગતો નહોતો
દીપડો વન વિભાગને હાથ લાગતો નહોતો

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો