તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીના ચમકારા ઓફ ધ રેકર્ડ:જીતો એટલે મારું નામ શિક્ષણ સમિતિમાં મૂકજો, અંદરો અંદરની ખેંચતાણને કારણે મેન્ડેટ કોરું આવ્યું

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દેતા અનેક મુરતિયાઓ અણવર બની ગયા હતા. ટિકિટ તો ગઇ હવે શું કરવું તેવા વિચારો તેમના માનસમાં ઘુમરાવા લાગ્યા હતા, ખાસ કરીને ભાજપના ઉમેદવારો સમક્ષ તેમના કપાયેલા દાવેદારોએ તમે જીતો તો શિક્ષણ સમિતિમાં મારું નામ આપજો તેવી ભલામણો શરૂ થઇ ગઇ હતી. ઉમેદવાર પણ ચૂંટણીમાં કોઇને નારાજ કરવા ઇચ્છતા નહોય જેટલા લોકો શિક્ષણ સમિતિની ભલામણ કરતા હતા તે તમામને તમારું નામ પાકું તેમ કહીને વાત વાળી લેતા હતા. દરેક ઉમેદવાર પાસે આવું લાંબું લિસ્ટ બન્યું છે.

અંદરો અંદરની ખેંચતાણને કારણે મેન્ડેટ કોરું આવ્યું
શહેરના વોર્ડ નં.1માં કોંગ્રેસ પક્ષમાંથી ભરતભાઇ આહીરે શનિવારે દાવેદારી કરી હતી અને ફોર્મ પણ ભરી દીધું હતું, સોમવારે નિરીક્ષકોએ તેમનું મેન્ડેટ કોરું હોવાને કારણે ભરતભાઇનું ફોર્મ રદ કરી દીધું હતું. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ એક વિકેટ પડતાં કોંગ્રેસના કાર્યકરોમાં હતાશા ફરી ગઇ હતી, કેટલાક કાર્યકરોએ કહ્યું હતું કે, નવા બનેલા પક્ષ આમ આદમી પાર્ટીના તમામ 72 દાવેદારના ફોર્મ મંજૂર થયા જ્યારે 100 વર્ષ જૂની કોંગ્રેસના દાવેદારોના ફોર્મ પણ યોગ્ય રીતે ભરાય નહીં તે કેવું?. નેતાઓની અંદરો અંદરની ખેંચતાણને કારણે મેન્ડેટ કોરું આવ્યાનો પણ અનેક કોંગી કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો