જમીન પડાવવા મૃત બે દાદાને જીવિત બતાવ્યા:જસદણમાં જેઠના 3 પુત્રએ કાકીની 19.5 વીઘા જમીન પચાવવા મૃતકોના આધારકાર્ડ બનાવ્યા, બેની ધરપકડ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે જેઠના એક દીકરા સહિત બે આરોપીની ધરપકડ કરી.

જસદણ તાલુકાના ભાડલા ગામે બે મૃતક વ્યક્તિને જીવતા બતાવી વૃદ્ધાની સંયુક્ત માલિકીની 19.5 વીઘા ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્રો સહિત 6 શખસે કારસો રચ્યો હતો. આ 6 શખસ સામે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે જસદણ પોલીસે બે શખસની ધરપકડ કરી અન્ય ત્રણ શખસને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં બોગસ આધારકાર્ડ બનાવી આરોપીઓએ મૃત બે દાદાને હયાત દર્શાવ્યા હતા. તેમજ ખોટું સોગંદનામું પણ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્રમાં રજૂ કર્યું હતું. જોકે ઓનલાઇન હક્ક કમી થતા માહિતી મળતા સમગ્ર તરકટનો ભાંડો ફૂટ્યો હતો.

વૃદ્ધાએ 6 શખસ સામે ફરિયાદ નોંધાવી હતી
ભાડલા ગામે રહેતા પ્રભાબેન જીણાભાઈ કાકડિયા(ઉં.વ.67) એ તેમના જેઠના ત્રણ દીકરા ભરત કાનજી કાકડિયા, દિલીપ કાનજી કાકડિયા, દલસુખ કાનજી કાકડિયા, તેજા લવા મેટાળિયા, ભીખા પ્રેમજીભાઈના બોગસ આધાર કાર્ડમાં ફોટાવાળી અજાણી વ્યક્તિ તેમજ બોગસ આધારકાર્ડ બનાવનાર શખસ સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મૃત
ફરિયાદમાં પ્રભાબેને જણાવ્યું હતું કે, તેમની ભાડલાની સર્વે નં.291 તથા સર્વે નંબર 274ની જમીન મળી કુલ સાડા 19 વીઘા જમીન આવેલી છે. આ જમીન પડાવી લેવા મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ મૃત હોવા છતા તેઓને જીવતા બતાવી ઉપરોક્ત શખસોએ બોગસ આધારકાર્ડ બનાવી, બાદમાં નોટરી સમક્ષ ખેતીની જમીનમાં સ્વેચ્છાએ બિનઅવેજી હક્ક જતો કરવાનું રૂ.300નું સ્ટેમ્પ પેપર ઉપર ખોટુ સોગંદનામું બનાવી અને આ હક્ક કમીનું સોગંદનામુ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરી નોંધ દાખલ કરવા અરજી કરી જમીન હડપ કરવા પ્રયાસ કર્યો છે.

પોલીસે બન્ને આરોપીની પૂછપરછ હાથ ધરી.
પોલીસે બન્ને આરોપીની પૂછપરછ હાથ ધરી.

આરોપી તેજા મેટાળિયા પ્રભાબેનના પતિના મિત્ર
આ હક્ક કમીની અરજી ફરિયાદીના મોટા સસરા પોપટભાઈ મૃત્યુ પામ્યા હોવા છતાં તેઓને આરોપી ભરત તથા તેઓના ભાઈઓએ ઓળખી બતાવ્યા છે. આરોપી તેજા ફરિયાદીના પતિના મિત્ર છે. જેથી આ ફરિયાદના આધારે જસદણ પોલીસે ઉક્ત તમામ આરોપીઓ સામે IPC 465, 467, 468, 471, 120(બી) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

વૃદ્ધાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વૃદ્ધાએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેઠના એક દીકરા સહિત બેની ધરપકડ
આ બનાવમાં જસદણ પોલીસે ફરિયાદીના જેઠના દીકરા ભરત કાનજી કાકડિયા અને તેજા લવા મેટાળીયા નામના બન્ને શખસોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવમાં સંડોવાયેલા અન્ય શખસોને પકડી પાડવા જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી. જાનીએ ચક્રો ગતિમાન કર્યા છે.

બે આરોપીની ધરપકડ કરી અન્ય ચારની શોધખોળ ચાલુ
બે આરોપીની ધરપકડ કરી અન્ય ચારની શોધખોળ ચાલુ

મૃત બે વ્યક્તિના ખોટા આધારકાર્ડ બનાવ્યા
આ અંગે ડીવાયએસપી કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે, ગત 28 ફેબ્રુઆરીના રોજ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રભાબેન કાકડિયાએ ફરિયાદ આપી હતી. જેમાં તેમના જેઠના દીકરા ભરતભાઈ, મનજીભાઈ, દિલીપભાઈ અને દલસુખભાઈએ તેમની કિંમતી 19 વીઘા જમીન પચાવી પાડવા બે મોટા સસરા જે હયાત ન હોવા છતાં તેમના ખોટા આધારકાર્ડ બનાવ્યા હતા. આ અંગેનો ગુનો નોંધી ગઈકાલે ભરતભાઈ અને તેજાભાઈ મેટાળિયાની અટકાયત કરવામાં આવી છે. તેઓએ કેવી રીતે ખોટા આધારકાર્ડ બનાવ્યા તે અંગે પૂછપરછ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...