તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં રાદડિયા:ટેકાના ભાવે ખરીદી પુરવઠા વિભાગની જવાબદારી, જામનગરમાં શિક્ષકોને રજીસ્ટ્રેશનનું કામ સોંપાયું નથી, જયેશ રાદડિયા માસ્ક વગર પ્રેસ કોન્ફન્સ કરતા જોવા મળ્યાં

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જયેશ રાદડિયા માસ્ક વગર પ્રેસ કોન્ફન્સ કરતા જોવા મળ્યાં હતાં - Divya Bhaskar
જયેશ રાદડિયા માસ્ક વગર પ્રેસ કોન્ફન્સ કરતા જોવા મળ્યાં હતાં
  • VCE બાદ તલાટી કમમંત્રી હડતાળ પર ઉતર્યાં

રાજકોટમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી VCE બાદ તલાટી કમમંત્રીની હડતાળ પર નિવેદન આપતા કહ્યું કે રાજકોટ જિલ્લામાં કામ થઈ રહ્યું છે. રાત્રીના 11 વાગ્યા સુધી કામ કરવામાં આવી રહ્યું છે. જો કે હડતાળ મામલે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ જામનગરમાં શિક્ષકોને રજિસ્ટ્રેશનનું કામ સોંપવામાં આવ્યું ન હોવાનું પણ જણાવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે જયેશ રાદડિયા માસ્ક વગર પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળ્યાં હતાં.

ટેકાના ભાવે ખરીદી માટે પુરવઠા વિભાગની જવાબદારી છે
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી એ પુરવઠા વિભાગની જવાબદારી છે. આગામી 21 તારીખથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. VCEની હડતાળ અને ખરીદીને લઈને માહિતી આપવામાં આવશે. અત્યાર સુધીમાં 91600 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધુ છે. ગયા વર્ષે 4.70 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અમુક જિલ્લાઓમાં VCEએ કામગીરી ચાલુ કરી દીધી છે.

જામનગરમાં કોઈ પણ શિક્ષકોને રજિસ્ટ્રેશનનું કામ સોંપવામાં આવ્યું નથી
જામનગર જિલ્લામાં રજિસ્ટ્રેશનનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું હોવાની વાતો વહેતી થતાં જયેશ રાદડિયાએ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ શિક્ષકને રજિસ્ટ્રેશનનું કામ સોંપવામાં આવ્યું નથી. બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે જયેશ રાદડિયા માસ્ક વગર જ પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળ્યાં હતાં.

જિલ્લાના 400 જેટલા તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા
રાજકોટ જિલ્લામાં VCEની હડતાળ બાદ 400 જેટલા તલાટી કમ મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે. જિલ્લાની 594 ગ્રામ પંચાયતમાં કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલના ગેરવર્તનના વિરોધમાં તલાટી મંત્રીઓ હડતાળ પર ઉતર્યા છે. કોમ્પ્યુટર ઓપરેટરોની અવેજીમાં તલાટી કમમંત્રીઓ ગ્રામ પંચાયતમાં મગફળી ખરીદીના રજિસ્ટ્રેશનનની કામગીરી કરતા હતા.