તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો!:અમાન્ય ડિગ્રી વિશે જયંતિ રવિનું મૌન, કહ્યું ‘આ પ્રશ્ન અત્યારે નહીં’

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે જ મોકલ્યા હોવાની તબીબોની કબૂલાતથી આરોગ્ય સચિવ મુંઝાયા

રાજકોટ મહાનગરપાલિકામાં જે તબીબને ડેપ્યુટેશન પર મુકાયા છે તેમની ડિગ્રી જ નકલી હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો તે મામલે રાજકોટ આવેલા આરોગ્ય સચિવ જયંતિ રવિને પ્રશ્ન કરાતા તેમણે મૌન સેવી લીધું હતું. રાજ્ય સરકારે રાજકોટ મનપા, જામનગર જિ.પં. અને દ્વારકા જિ. પં. એમ ત્રણ જગ્યાએ ડેપ્યુટેશન પર તબીબ મુક્યા છે. જે પૈકી રાજકોટમાં મુકાયેલા ડો. એલ.ટી. વાંઝા અને જામનગર મુકાયેલા ડો. મણવર એમબીબીએસ ઉપરાંત પીજીડીપીએચએમ નામની ડિગ્રી ધરાવે છે. આ ડિગ્રી જ્યાંથી મેળવાઈ છે તે યુનિવર્સિટીને યુજીસી તેમજ ડિગ્રીને એમસીઆઈની કોઇ માન્યતા જ નથી. તબીબોએ આ કોર્સ માટે સરકારે જ યુનિવર્સિટીમાં મોકલ્યાની કબૂલાત આપી છે. આરોગ્ય સચિવ રાજકોટ આવતા શા માટે માન્યતા વગરની કોલેજમાં સરકારી તબીબોને અભ્યાસ માટે મોકલવામાં આવી રહ્યા છે તે પ્રશ્ન કરાતાં તેઓએ મૌન સીવી લીધું હતું અને ફક્ત એટલું જ બોલ્યા હતા કે, આ પ્રશ્ન અત્યારે નહીં.

ડો. વાંઝાએ 2017માં ડિગ્રી લીધી: કાપડિયા
ડો. એલ.ટી વાંઝાએ જણાવ્યું હતું કે તેમણે 2014માં એમએસ યુનિ.માંથી સર્ટિફિકેટ ઈન ઈન્ડસ્ટ્રિયલ હેલ્થની ડિગ્રી ડિસ્ટન્સ લર્નિંગથી મેળવી હતી. આ મામલે એમ.એસ. યુનિ.માં આ કોર્સના કો-ઓર્ડિનેટર ડો. શિલ્પા કાપડિયાએ કહ્યું હતું કે આ કોર્સ ડિસ્ટન્સ લર્નિંગનો નથી તેમજ તપાસ કરતા તેમના ડેટામાં ડો. લાલજી ટી. વાંઝા નામના વિદ્યાર્થી છે જેમણે 2015-16માં એડમિશન લીધું હતું પણ પરીક્ષા આપી ન હતી અને બીજા વર્ષે પરીક્ષા આપી સેકન્ડ ક્લાસ પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...