કોવિડ પર જીત:જસદણનું પારેવાળા કોરોનામુક્ત, ગામમાં એક પણ કોવિડ મોત નહિ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્વયંભૂ લોકડાઉન અને ગ્રામવાસીઓએ આયુર્વેદિક ઔષધિનું સેવન ચાલુ કરતા કોવિડ પર જીત મેળવી

લોકોની જાગૃતિના પગલે રાજકોટ જિલ્લાના વિવિધ ગામો કોરોનામુક્ત બની રહ્યા છે ત્યારે જસદણ તાલુકામાં આવેલું પારેવાળા ગામ કોરોનામુક્ત ગામ બન્યું છે. ગામના સરપંચે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગામમાં જે આરોગ્ય વિભાગના કર્મીઓ છે તેમનો સાથ-સહકાર ખૂબજ સારો મળ્યો છે અને લોકોને જે પણ તકલીફ પડી રહી હોય તેમનું ત્વરિત નિદાન પણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં સરપંચે કહ્યું કે, ગામની મહિલાઓ પણ ખૂબજ જાગૃત બની હતી. બીજી તરફ ગામના દરેક લોકોનો કોવિડ રિપોર્ટ, ઓક્સિજનની માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.

જેના પગલે ગામમાં કોઈ દિવસ ઈમર્જન્સી આવી નથી અને નિયમિત ગામ સેનિટાઈઝ થતા કોરોનાને અટકાવવામાં સરળતા રહી હતી. સામે ગામ પણ સ્વયંભૂ લોકડાઉન તરફ આગળ આવ્યું હતું. પારેવાળા ગામ નજીક આવેલા અન્ય ગામોમાં કોવિડના કારણે મોતની સંખ્યામાં સતત વધારો થતા લોકોમાં પણ ભય વ્યાપી ઉઠ્યો હતો. જેના પગલે લોકોએ તમામ ઝીણવટભરી તકેદારી રાખી હતી અને પોતાને કોરોનાથી બચાવ્યા હતા.

સામે લોકોએ આયુર્વેદનો સહારો લીધો હતો અને લીમડો અને અરડૂસીનું સેવન શરૂ કર્યું હતું. સામે પ્રથમ લહેરમાં કુલ 12 પોઝિટિવ કેસ આવ્યા હતા અને એક પણ મોત નીપજ્યુ ન હતું, જ્યારે બીજી લહેરમાં કેસની સંખ્યા 45 સુધી પહોંચી હતી, સામે 0 ડેથ નોંધાયા હતા. એવી જ રીતે રસીકરણમાં પણ 45 પ્લસના લોકોમાં 86 ટકા જેટલું રસીકરણ થયેલું છે અને 18 પ્લસમાં પણ લોકો જાગૃત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...