• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jasdan Palika Opens Road Tender At A Cost Of Rs 4 Crore, Commits Corruption, Tender Has Been Opened As Per Rules: Chief Officer

પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ:જસદણ પાલિકાએ રૂ.4 કરોડના ખર્ચે રોડ-રસ્તાનું ટેન્ડર ખોલી ભ્રષ્ટાચાર આચર્યો, ટેન્ડર નિયમાનુસાર જ ખોલવામાં આવ્યું છે: ચીફ ઓફિસર

જસદણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ( ડાબી તરફ) અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ ( જમણી તરફ) - Divya Bhaskar
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી ( ડાબી તરફ) અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલ ( જમણી તરફ)
  • કારોબારી સમિતિની રચના કર્યા વગર જ બારોબાર ટેન્ડર ખોલી કોન્ટ્રાક્ટ અપાયો હોવાની ચીફ ઓફિસરને કરાઈ લેખિત રજૂઆત.
  • જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું.

જસદણ નગરપાલિકાના વોર્ડ નં.6 ના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલે જસદણ પાલિકાના ચીફ ઓફિસરને રૂ.4 કરોડથી વધુના રોડ-રસ્તાનું નિયમ વિરુધ્ધ ટેન્ડર ખોલી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. જયારે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ આ મુદ્દે જણાવ્યું હતું કે,ટેન્ડર નિયમાનુસાર જ ખોલવામાં આવ્યું છે.

બધું નિયમ મુજબ જ થયું છે
વધુમાં પાર્થ ત્રિવેદીએ જણાવ્યું હતું કે,એમણે જે લેખિત રજૂઆત કરી છે તેનો હું જવાબ આપી દઈશ. એમને જે આધાર પુરાવા જોઈતા હોય તે મારી ઓફિસે આવીને લઈ જાય. એમને જે ડોક્યુમેન્ટ ચેક કરવા હોય તે કરી શકે છે. તે બધું નિયમ મુજબ જ થયું છે.

પાલિકાનું રાજકારણ ગરમાયું
બીજી તરફ કોર્પોરેટરે આગામી સોમવાર સુધીમાં જો ટેન્ડર રદ કરવામાં નહી આવે તો પાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન છેડવાની લેખિતમાં ચીમકી ઉચ્ચારતા પાલિકાનું રાજકારણ ગરમાયું હતું.

પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલે આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું
પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલે આક્ષેપો સાથેનું આવેદનપત્ર આપ્યું

ટેન્ડર ખોલવાની સત્તા કારોબારી સમિતિની હોય છે
આ અંગે જસદણ પાલિકાના વોર્ડ નં.6 ના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ધાધલે પાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અમોએ ગત તા.2 ના રોજ ટેન્ડર રદ કરવા અરજી કરેલ હતી. જેમાં આપે પાઠવેલા પત્રમાં લખેલ છે કે તે ટેન્ડર નિયમાનુસાર જ ખોલવામાં આવેલ છે અને તેમાં કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયેલ નથી. તો આ ટેન્ડર ગત તા.16-11 ના રોજ ખોલવાનું હતું તો શા માટે તે ટેન્ડર તા.30-11 ના રોજ ખોલવામાં આવ્યું તે શું ગેરરીતી નથી?. આપે પાઠવેલ પત્રમાં આ ટેન્ડર ખોલવાની સત્તા કારોબારી સમિતિની હોય છે તો જસદણ નગરપાલિકામાં છેલ્લા 2 મહિનાથી કારોબારી સમિતી જ અસ્તિવમાં નથી.

બાંધકામ શાખાના એન્જીનીયરે મિલીભગત
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તો આ ટેન્ડર ક્યાં નિયમાનુસાર ખોલવામાં આવ્યું છે. આ ટેન્ડરની ગત સામાન્ય સભામાં પણ કોઈપણ પ્રકારની મંજુરી લેવામાં આવી નથી અને આ ટેન્ડર પાલિકાના બાંધકામ શાખાના એન્જીનીયરે મિલીભગત કરીને આ ટેન્ડર ખોલી નાંખેલ છે જે એક ભ્રષ્ટાચાર છે. પાલિકાએ જે કંપનીને ટેન્ડર આપેલ છે તે કંપનીના પૂરતા ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજીમાં પણ આવેલ નથી

આ ટેન્ડર રદ નહી થાય તો હું ઉપવાસ પર બેસીશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તો પણ કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે તે પણ એક ભ્રષ્ટાચાર જ છે. જેથી ગેરરીતી આચરી ખોલવામાં આવેલ વહેલી તકે રદ કરવામાં આવે. જો આ ટેન્ડર રદ કરવામાં નહી આવે તો હું આપની કચેરી સામે આગામી તા.20 ને સોમવારે સવારે 11 કલાકે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીશ અને જ્યાં સુધી અમને ન્યાય નહી મળે ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારતા પાલિકા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું છે.

( જસદણ, દિપક રવિયા )

અન્ય સમાચારો પણ છે...