તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો આજથી શુભારંભ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોળચોથે ગૌસેવા-પૂજન કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે : કાલે નાગપાંચમ મનાવાશે

શ્રાવણ વદ ચોથને તારીખ 7 ઓગસ્ટને શુક્રવારે બોળચોથ છે. આ દિવસ ગાયની પૂજા- ગૌસેવા કરવાનો ઉત્તમ દિવસ ગણાય છે. બોળચોથને બકુલાચોથ પણ કહેવાય છે. ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોવાથી ગાયની સેવા કરવાથી બધા જ ભગવાનની પૂજા થઇ ગણાય છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, બોળચોથને દિવસે ગાયને નવી ઝૂલ, ઘંટડી અને શણગાર કરી તેને ઘાસ નાખવું, સાથે વાછરડાંની પણ પૂજા-અર્ચના કરવી શુભ મનાય છે. આજે બોળચોથ સાથે જન્માષ્ટમી પર્વનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. શનિવારે નાગપાંચમ મનાવાશે.

મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે
સૌ૨ાષ્ટ્રમાં બોળચોથે ગાયોનું પૂજન કરી પ્રદક્ષિણા મહિલાઓ ક૨ે છે. એકટાણું કે ઉપવાસ પણ ક૨ે છે.આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમી પર્વનો પ્રારંભ થશે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના સંક્રમણને કારણે મોટા ધાર્મિક ઉત્સવો, ઉજવણી, હરવા-ફરવા જવા પર પાબંધી હોવાને કારણે ઘેરબેઠા જ જન્માષ્ટમીની ઉજવણી લોકો કરશે.તા.8મીના શનિવા૨ે નાગપંચમી, તા. 9મીના ૨ાંધણછઠ, તા.10મીના સોમવા૨ે બીજી છઠ્ઠ છે પણ શીતળા સાતમ ઉજવાશે, તા.12મીના બુધવા૨ે જન્માષ્ટમી પર્વ ઉજવાશે, દ્વારકામાં બુધવા૨ે જન્માષ્ટમી પર્વ મનાવાશે. કોરોનાની મહામારીને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી લોકોએ ઘરમાં જ ઉજવણી કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...