ઉંમરે વૃદ્ધ બનાવ્યા પણ જોશ યુવાની જેવો:જસદણમાં 111 વર્ષના રાણીબા, 101 વર્ષના લાડુબાએ લાકડીના ટેકે મતદાન કર્યું, સૂરદાસ-અશક્તોએ સશક્તોને રાહ ચિંધી

રાજકોટએક મહિનો પહેલા
જગંવડના 111 વર્ષના રાણીબેન દુધાત લાકડી અને પરિવારજનોના ટેકે મતદાન કરવા આવ્યા હતા.
  • જંગવડ ગામનું મતદાન મથક સંવેદનશીલ, પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન

આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો મહાસંગ્રામ છે. આજે સવારે 7 વાગ્યાથી ગામડાઓમાં મતદાન માટે લોકોની લાંબી લાઈન મતદાન મથક પર જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં 413 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જસદણના જંગવડ ગામમાં યુવાનોને શરમાવે તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ગામના 111 વર્ષના રાણીબેન દુધાત અને 101 વર્ષના લાડુબેન જોધાણી લાકડી અને પરિવારજનોના સહારે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. બીજી તરફ સુરદાસ અરવિંદભાઇ રંગાણી અને અશક્તોએ પણ મતદાન કરી સશક્તોને નવી રાહ ચિંધી છે અને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી છે.

રાણીબેનની મતદાન કરવા અપીલ
111 વર્ષના રાણીબેને જણાવ્યું હતું કે, મેં તો રાજાશાહી પણ જોઇ છે અને લોકશાહી પણ જોઇ રહી છું. લોકશાહીમાં સરપંચની ચૂંટણી હોય કે પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા ચૂંટણી હોય દરેક ચૂંટણીમાં મતદાન કરતી આવી છું. દરેક લોકોએ પોતાનો કિંમતી મત આપવો જોઇએ. હું પણ આજે લાકડીના સહારે અને પરિવારજનોના સાથથી મતદાન મથકે પહોંચી મારો કિંમતી મત આપ્યો છે.

101 વર્ષના લાડુબેને લાકડીના અને પરિવારજનોના ટેકે મતદાન મથકે આવી મતદાન કર્યું.
101 વર્ષના લાડુબેને લાકડીના અને પરિવારજનોના ટેકે મતદાન મથકે આવી મતદાન કર્યું.

જંગવડ ગામનું મતદાન મથક સંવેદનશીલ
101 વર્ષના લાડુબેને જણાવ્યું હતું કે, અમે ઉંમરથી વૃદ્ધ બની ગયા છીએ છતાં મતદાન કરવાનું ચૂકતા નથી તો દરેક લોકોએ પોતાનો કિંમતી મત આપવો જોઇએ. સૂરદાસ અરવિંદભાઇ રંગાણી પણ પોતાના પરિવારજનોના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી છે. આજે ગામેગામ ચૂંટણી છે તો લોકોને એટલી જ અરજ છે કે પોતોના કિંમતી મત આપવો જોઇએ. જંગવડ ગામનું મતદાન મથક સંવેદનશીલ છે. પરંતુ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થઇ રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.

સૂરદાસ અરવિંદભાઇ રંગાણી પણ પોતાના પરિવારજનોના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા.
સૂરદાસ અરવિંદભાઇ રંગાણી પણ પોતાના પરિવારજનોના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા.
શતાયુ મતદારોનું ઉત્સાહભેર મતદાન.
શતાયુ મતદારોનું ઉત્સાહભેર મતદાન.

રાજકોટના ગૌરીદળમાં પણ શતાયુ મતદારોનું મતદાન
રાજકોટના ગૌરીદળમાં પણ શતાયુ મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. લાકડીના ટેકે મહિલા મતદાર મતદાન મથકે પહોંચ્યા હતા અને પોતાની ફરજ નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે ગૌરીદળમાં આ વખતે તમામ ઉમેદવારો મહિલાઓ છે. આથી ખાસ કરીને મહિલા ઉમેદવારોને જીતાડવા મહિલા મતદારો મેદાને ઉતરી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

ગૌરીદળમાં પણ શતાયુ મતદાર હોંશભેર મતદાન કરવા પહોંચ્યા હતા.
ગૌરીદળમાં પણ શતાયુ મતદાર હોંશભેર મતદાન કરવા પહોંચ્યા હતા.
ગોંડલના મોટા સખપર ગામે વૃદ્ધાએ લાકડીના ટેકે આવી મતદાન કર્યું.
ગોંડલના મોટા સખપર ગામે વૃદ્ધાએ લાકડીના ટેકે આવી મતદાન કર્યું.

(તસવીરોઃ કરસન બામટા, આટકોટ/હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...