તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દય જનેતા:બાળકીને જનેતાએ બાલાશ્રમના પારણામાં મૂકી, નવજાતનું મોત

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારણામાંથી શનિવારે રાત્રે નવજાત શિશુ મળ્યું
  • બાળકીને હોસ્પિટલમાં ખસેડી પણ સફળ ન થયા

હજું તો જન્મ જ લીધો હતો, કદાય એ બાળકીને હશે કે હમણા જ તેની જનેતા તેને છાતી સરસી ચાંપી લેશે, પરંતુ એ બાળકીને ક્યાં આ દુનિયાની ખબર હતી કે જેણે જન્મ આપ્યો તેજ તેને મોતના મુખમાં ધકેલી દેશે, બાળકીને જન્મ આપી જનેતાએ બાલાશ્રમના પારણામાં રેઢી મૂકી દીધી હતી, બીમાર બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

શહેરના ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ બાલાશ્રમના ગેટની બહાર રાખવામાં આવેલા પારણામાં શનિવારે રાત્રે 10 વાગ્યે કોઇ વ્યક્તિ એક બાળકીને પારણામાં મૂકીને જતું રહ્યું હતું, બાળકીનો રડવાનો અવાજ સંભળાતાં જ બાલાશ્રમના સ્ટાફે ગેટ ખોલતા જ ફૂલ જેવી એક બાળકી જોવા મળી હતી, સ્ટાફે બાળકીને તેડીને આશ્રમમાં લીધી હતી, તેની તબિયત નાજુક હોવાથી બાલાશ્રમના સુપરિન્ટેન્ડન્ટ પ્રભાબેન ભેસદડિયા બાળકીને હોસ્પિટલે લઇ ગયા હતા, જોકે સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નીપજ્યું હતું.

નવજાત બાળકીનાં મોત અંગે જાણ કરાતા ભક્તિનગર પોલીસ હોસ્પિટલે દોડી ગઇ હતી. કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલક હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે, બાળકી નવજાત હતી, કદાચ તે પારણામાંથી મળી તેની એકાદ કલાક પહેલા જ તેનો જન્મ થયો હતો, પોલીસે બાળકીની જનેતાની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...