તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મમતા મરી પરવારી:લોધિકામાં નવજાત બાળકીને મૃત સમજી જનેતાએ હોસ્પિ.ના પાછળના ભાગે તરછોડી, રડવાનો અવાજ સંભળાતા લોકો દોડ્યા, માતાની અટકાયત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહી છે. - Divya Bhaskar
બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહી છે.
  • મહિલા મધ્યપ્રદેશથી લોધિકા મજૂરી કરતા તેમના ફઇ-ફુવાને ત્યાં પ્રસૂતી માટે આવી હતી

રાજકોટ સહિત ગુજરાતમાં નવજાત બાળકોને ત્યજી જનેતા ભૂગર્ભમાં ઉતરી જતી હોવાના અનેક કિસ્સા બને છે. ત્યારે રાજકોટના લોધિકામાં હેયું હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. લોધિકાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ પરપ્રાંતીય મહિલાએ પોતાની બાળકી મૃત હોવાનું સમજી હોસ્પિટલના પાછળના ભાગે તરછોડી ભાગી ગઈ હતી. પરંતુ બાદમાં બાળકીનો રડવાનો અવાજ સંભળાતા જ સ્થાનિક લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીનો કબ્જો લઇ સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડી છે. તેમજ બાળકીને તરછોડનાર જનેતાની અટકાયત કરી પૂછપરછ કરી હતી.

રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકી સારવારમાં
લોધિકાની સરકારી હોસ્પિટલમાં મધ્યપ્રદેશની વેણુબેન ભુટીયા નામની મહિલા પ્રસૂતી માટે આવી હતી. બાળકીનો જન્મ થયા બાદ તે મૃત હોવાનું સમજીને તેને હોસ્પિટલના પાછળના ભાગે મૂકીને જતી રહી હતી. પરંતુ થોડા સમય બાદ સ્થાનિકોને બાળકીનો રડવાનો અવાજ સંભળાતા પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરી હતી.

બે દિવસ પહેલા મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો
લોધીકા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતી માટે આવેલી મૂળ મધ્યપ્રદેશની વેણુબેન રાકેશ ભુટીયાએ બે દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકી મૃત હોય તેવું સમજીને હોસ્પિટલના પાછળના ભાગે બાળકીને મુકીને જતી રહી હતી. પોલીસે વેણુબેનની પૂછપરછ કરતા તે મધ્યપ્રદેશથી લોધિકા મજૂરી કરતા તેમના ફઇ-ફુવાને ત્યાં પ્રસૂતી માટે આવી હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે યુવતીના લગ્ન થયા છે કે નહીં તે બાબતે પણ વધુ તપાસ હાથ ધરી છે.

લોહીલૂહાણ હાલતમાં તરછોયેલી અંબા ઈટાલીની નાગરિક બની
​​​​​​​
દુનિયાભરમાંથી જેના શ્વાસ માટે પ્રાર્થના અને દુઓ થઈ રહી હતી તે રાજકોટની 'અંબા' ટૂંક સમયમાં ઈટાલી પહોંચશે. સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોડે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ લોહીલૂહાણ હાલતમાં મળી આવી હતી. બે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે અને ઈટાલીના દંપતીએ દત્તક લીધી છે.​​​​​​​

ગુંથર દંપતી ‘અંબા’ને દત્તક લીધી
​​​​​​​
હવે સૌ કોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોનાને સાથે કરેલી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રોસીજર કરવામાં આવી હતી. જેમાં ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં અંબા ઈટાલી પહોંચશે. અંબાને સ્પેશિયલ દેખભાળની કેટેગરીમાં મુકવામાં આવી હતી. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.