કાર્યવાહી:ફૂટપાથ પરથી બાળકના અપહરણમાં જામનગરના શખ્સની ધરપકડ કરાઇ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂત્રધાર સલમાનો અપહરણકાર દંપતી સાથે પરિચય કરાવ્યો’તો

રાજકોટના શાસ્ત્રીમેદાન ફૂટપાથ પરથી દોઢ વર્ષ પહેલા એક વર્ષના બાળકના થયેલા અપહરણમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બાળકની ચોરીનો કારસો રચનાર સલમા અને અપહરણકાર દ્વારકાના દંપતી સાથે જામનગરના આ શખ્સે ભેટો કરાવ્યો હતો.

શાસ્ત્રીમેદાન ફૂટપાથ પર રહેતા જામસિંગ ભુરિયાના એક વર્ષના પુત્ર જીગાનું દોઢ વર્ષ પહેલા ફૂટપાથ પરથી અપહરણ થયું હતું, પોલીસે દોઢ વર્ષ બાદ ભેદ ઉકેલી નાખ્યો હતો અને બાળકનો હેમખેમ કબજો મેળવી બાળકની ચોરી કરાવનાર જામખંભાળિયાની સલમા ઉર્ફે સીમા અબ્દુલમિયા નાનુમીયા કાદરી, દ્વારકાના સલીમ હુશેન સુભાણિયા અને તેની પત્ની ફરીદાની ધરપકડ કરી હતી. સલમાનો પૂર્વ પતિ નાથાલાલ સોમૈયા જમીન વેચાતા રાતોરાત કરોડપતિ બની ગયો હતો. પૂર્વ પતિની મિલકત કબજે કરવા સલમાએ કાવતરું રચ્યું હતું અને નાથાલાલ સાથેના સંબંધને કારણે પોતે સગર્ભા થયાની અને તેની કુખે નાથાલાલના પુત્રનો જન્મ થયાની સ્ટોરી ઊભી કરી હતી, પૂર્વ પતિને વિશ્વાસ અપાવવા સલમાએ એક વર્ષના બાળકની ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. બાળકની ચોરી પ્રકરણમાં પોલીસે સલમા, સલીમ અને તેની પત્ની ફરીદાની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા બાદ જેલહવાલે કર્યા હતા, બલભદ્રસિંહનું નામ ખુલતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, જોકે પોલીસે તેને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...