જાહેરાત:જામનગર-બાંદ્રા હમસફર 2 ઓગસ્ટ સુધી અમદાવાદ-બાંદ્રા વચ્ચે જ દોડશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અગાઉ સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરાઈ હતી : શનિવારે સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન રદ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામને કારણે જામનગર-બાંદ્રા અને બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ હવે ટેક્નિકલ કારણોસર અમદાવાદ-બાંદ્રા વચ્ચે ચલાવવામાં આવશે.

અગાઉ 2 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર-બાંદ્રા વચ્ચે દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા ફેરફાર મુજબ બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ 30 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ બાંદ્રાથી અમદાવાદ સુધી જ ચાલશે અને અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. જ્યારે જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસને તારીખ 29, 31 જુલાઈ અને 2 ઓગસ્ટના રોજ અમદાવાદથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના થાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ માટે 30 જુલાઇએ 10 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. મેગા બ્લોકની કામગીરીને કારણે અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી 30 જુલાઈના રોજ આવન જાવન દરમિયાન ઉપડશે નહિ જ્યારે વેરાવળ-પુણે એક્સપ્રેસ 30 જુલાઈના રોજ વેરાવળથી 3 કલાક મોડી ઉપડશે.

ઓખા-ગોરખપુરમાં વધુ 2 થર્ડ એસી કોચ જોડાશે
ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા એક્સપ્રેસમાં કાયમી ધોરણે વધારાના 2 થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા એસી કોચ જોડવાને કારણે હવે આ ટ્રેનમાં કુલ 22 કોચ હશે જેમાં 2 સેકન્ડ એસી, 8 થર્ડ એસી, 5 સેકન્ડ સ્લિપર, 4 જનરલ, 1 પેન્ટ્રી કાર અને 2 જનરેટર વેન કોચનો સમાવેશ થાય છે. નવી સુવિધા સાથે ઓખા-ગોરખપુર ઓખાથી 9 ઓક્ટોબરથી અને ગોરખપુરથી 6 ઓક્ટોબરથી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...