તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પત્ની અને પુત્રના લમણે રિવોલ્વર રાખનાર જમાદાર જેલમાં ધકેલાયો

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ હત્યાની કોશિશ કરતા પરિણીતા પુત્ર સાથે અલગ રહેવા જતી રહી

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પોલીસ જમાદારે બે મહિના પૂર્વે તેની પત્ની અને પુત્રના લમણે રિવોલ્વર રાખી હત્યાની કોશિશ કરનાર જમાદારની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

પોપટપરા મેઇન રોડ પરની રઘુનંદન સોસાયટીમાં હાલમાં રહેતા પ્રજ્ઞાબેન ગઢવી (ઉ.વ.34)એ સોમવારે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે તેના પતિ હેડ કોન્સ્ટેબલ સામત ગઢવી, સસરા મુળજી લખમણ ગઢવી, સાસુ ધનબાઇ ગઢવી, જેઠ ધનરાજ અને દેવાંગના નામ આપ્યા હતા. પ્રજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ પતિ, સાસુ, સસરા અને જેઠ સહિતના શખ્સો યેનકેન પ્રકારે ત્રાસ આપતા હતા. પતિ અવાર નવાર મારકૂટ કરતો હતો.

ગત તા. 27 માર્ચે રાત્રીના બે વાગ્યે પતિ સામત ગઢવી ઘરે આવ્યો હતો અને સરકારી રિવોલ્વર પ્રજ્ઞાબેન સામે તાંકી મારી નાખ‌વાની ધમકી આપી હતી એટલું જ નહીં બીજા દિવસે તા.28ના રાત્રે 10.30 વાગ્યે હેડ કોન્સ્ટેબલ સામતે સરકારી રિવોલ્વરમાં કાર્ટિસ ચડાવી લોડેડ રિવોલ્વર તેના પુત્રના લમણે રાખી તેની હત્યાની કોશિશ કરી હતી. પોલીસે પ્રજ્ઞાબેનની ફરિયાદ પરથી હત્યાની કોશિશ અને શારીરિક માનસિક ત્રાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એરપોર્ટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સામત ગઢવી સામે ખૂનની કોશિશનો ગુનો નોંધાતા પોલીસબેડામાં ચકચાર મચી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...