તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જમાદારે પત્ની-પુત્રના લમણે રિવોલ્વર રાખી, હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પોલીસ જમાદારે તેની પત્ની અને 15 વર્ષના પુત્રને લમણે રિવોલ્વર રાખી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે જમાદાર સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. સાસુ સસરા અને બે જેઠ પણ ત્રાસ આપતા હોવાનો જમાદાર પત્નીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો.

રેલનગરમાં રહેતા પ્રજ્ઞાબેન ગઢવી (ઉ.વ.40)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ સામત ગઢવી અને સાસુ, સસરા તથા બે જેઠના નામ આપ્યા હતા. પ્રજ્ઞાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ પોલીસમેન પતિ સામત ગઢવી નજીવી બાબતે ઝઘડા કરી ત્રાસ આપતો હતો, પતિના કરતુત અંગે સાસુ, સસરા અને બંને જેઠને રાવ કરતાં સાસરીયાઓ સામતને કંઇ કહેવાને બદલે તેને પ્રોત્સાહન આપતા હતા.

બે મહિના પૂર્વે પતિ સામત ગઢવી રાત્રે ઘરે આવ્યો હતો અને ફરીથી ઝઘડો કરી પ્રજ્ઞાબેનના લમણે રિવોલ્વર રાખી તેને મારી નાખવાની ધમકી આપી હતી, એટલું જ નહી બીજા દિવસે પણ પતિએ ધમાલ કરી હતી અને 15 વર્ષના પુત્રને રિવોલ્વર બતાવી તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. પ્રજ્ઞાબેનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સામત ગઢવી સામે હત્યાની કોશિષ અને પરિણીતાના સાસુ, સસરા તથા બંને જેઠ સામે ત્રાસ આપવાનો ગુનો નોંધ્યો હતો. હેડ કોન્સ્ટેબલ સામત ગઢવી અગાઉ ક્રાઇમબ્રાંચમાં અને હાલમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવેછે.

અન્ય સમાચારો પણ છે...