તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા અનલોક:રાજકોટમાં અષાઢી બીજે મર્યાદિત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ACP, PI, અને PSI સહિત પોલીસનો કાફલો તૈનાત રહેશે

રાજકોટ20 દિવસ પહેલા
પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે - પોલીસ કમિશનર
  • ઈસ્કોન મંદિર દ્વારા વર્ચ્યુઅલ રથયાત્રા યોજાશે

કોરોના મહામારીને રાજકોટમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે પોલીસે કોવીડ ગાઈડલન્સના પાલન સાથે મંજૂરી આપી છે. શહેરમાં રથયાત્રા કૈલાસધામ આશ્રમથી નીકળશે. જેમાં રથયાત્રા દરમિયાન તેના નિર્ધારિત રૂટ પર કર્ફ્યુ રહેશે. આ અંગે આજે પોલીસ બેડાં સાથે ટ્રસ્ટની ખાસ મિટિંગમાં યોજાઈ હતી. જેમાં રથયાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી હતી. અને જણાવ્યું હતું કે,માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે, યાત્રા દરમિયાન ACP, PI, અને PSI સહિત પોલીસનો કાફલો તૈનાત રહેશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે હેતુસર રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા આજરોજ રથયાત્રાના બંદોબસ્તનું નિરીક્ષણ, રથયાત્રાના નવા રૂટનું નિરીક્ષણ તેમજ ખોડિયાર મંદિર કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાન જગન્નાથજી મંદિરે દર્શન કરી, સંતો-મહંતોને મળી રથયાત્રા વિશે, રૂટ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

શહેરમાં રથયાત્રા કૈલાસધામ આશ્રમથી નીકળશે
શહેરમાં રથયાત્રા કૈલાસધામ આશ્રમથી નીકળશે

રથયાત્રાનો રૂટ નક્કી કરાયો
રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક 08:00 વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાંચબાબા પાર્ક મેઇન રોડથી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આંગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-1 હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-2 થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ શ્રીખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામ સુધીનો રૂટ નક્કી કરવામાં આવેલ છે.

પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે
આ અંગે નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુએ જણાવ્યું છે કે, ગતે વર્ષે રથયાત્રા મંદિરના પરિસરમાં જ નીકળી હતી. પરંતુ આ વખતે સરકારી નિયમ અનુસાર અને પોલીસ બંદોબસ્ત સાથે ભગવાન જગ્ન્નાથજીની રથયાત્રા નીકળશે. ભાવિકોને ભેગા થવા દેવામાં આવશે નહિં. મહત્વનું છે કે કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે.

કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ
કૈલાસધામ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મોહનદાસગુરુ

કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ તૈયાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે અષાઢી બીજે રાજકોટમાં નીકળતી પરંપરાગત રથયાત્રા અંગે પણ આ વર્ષે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી, પરંતુ સરકારી નિયમો સાથે રથયાત્રા નીકળશે અને લોકોને પણ નિયમોનું પાલન કરાવવામાં આવશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવા દેવાશે. કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ પણ તૈયાર કરી દેવાયા છે.

ભગવાનના રથ તૈયાર
ભગવાનના રથ તૈયાર

મહંતની આજે પોલીસ કમિશનર સાથે બેઠક પણ યોજાશે
ઉલ્લેખનીય છે કે આ વર્ષેકોરોનાનાં કારણે રથયાત્રામાં પ્રસાદ વિતરણ બંધ રહેશે. એક કલાકમાં જ રથ યાત્રા પૂરી થઈ જશે તેમજ ભગવાન જગન્નાથજીના દર્શન સવારથી સાંજ ખુલ્લા રહેશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાબતે આયોજકો અને મહંતની આજે પોલીસ કમિશનર સાથે બેઠક પણ યોજાશે. તો સાથે જ મહત્વની વાત એ છે કે રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા તે પોતાના વતન રાજકોટ પરત આવી રહ્યા છે. ત્યારે એવું જાણવા મળ્યું છે કે રથયાત્રાના દર્શન કરવા ખાસ વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહેવાના છે.

શહેરમાં રથયાત્રા કૈલાસધામ આશ્રમથી નીકળશે
શહેરમાં રથયાત્રા કૈલાસધામ આશ્રમથી નીકળશે

ઈસ્કોન મંદિર દ્વારા વર્ચ્યુઅલ રથયાત્રા યોજાશે
હાલ કોરોના મહમારીને પગલે રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર, રાજકોટ દ્વારા વર્ચ્યુઅલ રથયાત્રા મહોત્સવની ઉજવણી ઓનલાઇન કરવામાં આવશે. જેમાં સવારે 4:30 વાગે મંગળા આરતી થી થશે. ત્યારબાદ સવારે 8 વાગે સ્પેશ્યલ મંગળા આરતી, 10 વાગે છપ્પન ભોગ દર્શન અને જગન્નાથ કથા કરવામાં આવશે. સાંજે 4:30 વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસર માં માત્ર નિવાસી ભક્તોની હાજરીમાં કાઢવામાં આવશે અને રથયાત્રાનું જીવંત પ્રસારણ સોશિયલ મીડિયામાં કરવામાં આવશે.