તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Jaan Is Only In The Car, Guests Are Greeted With Sanitizer, Masks Are Given Along With Gifts, Cards Are Sent To The Guests Who Are Not Invited To The Wedding With Sweets, Dried Fruits, Chocolates

કોરોનાકાળમાં બદલાવ:જાન માત્ર કારમાં, સેનિટાઈઝરથી મહેમાનોનું સ્વાગત, ભેટની સાથે માસ્ક આપવામાં આવે છે, લગ્નમાં જે મહેમાનોને બોલાવવાના નથી તેને મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ સાથે કાર્ડ મોકલાય છે

રાજકોટ​​​​​​​8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લગ્ન સ્થળે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે. - Divya Bhaskar
લગ્ન સ્થળે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે.

કોરોના કહેર અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂને કારણે લગ્નનો સમય, પરંપરા,પદ્ધતિમાં બદલાવ આવ્યો છે. કોરોના પછી જાનૈયાઓ બસના બદલે કારમાં જાન લઈને આવે છે. બહારગામથી આવતી જાન વહેલી સવારે, મોડી રાત્રે નીકળતી હોવાથી રસ્તામાં ચા,પાણી,નાસ્તા માટે રૂટ પણ રહેતો હતો તેના બદલે હવે કોરોનાથી બચવા માટે જાનૈયાઓ ખુદ રસ્તામાં ક્યાંય ઊભા રહેવાનું ટાળે છે અને જરૂરી નાસ્તો પોતાની સાથે જ લાવે છે. દીકરીના પિતા ઉમેશભાઈ ગજ્જર જણાવે છે કે, તેની દીકરીની જાન સુરતથી બુધવારે આવી. તમામ જાનૈયાઓ કારમાં આવ્યા હતા.

માંડવે પહોંચેલી જાન અને મહેમાનોનું સ્વાગત પહેલા સેનિટાઈઝરથી કરવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ આવે તે માટે ભેટ સોગાતની સાથે માસ્ક પણ આપવામાં આવ્યા હતા. મર્યાદિત સંખ્યા હોવાને કારણે જે લોકોને લગ્નમાં નથી બોલાવી શકાતા તેઓના ઘરે આયોજકો મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ચોકલેટ સાથે બ્લેસિંગ કાર્ડ મોકલે છે. જેમાં એવું લખાણ પણ લખે છે કે, સંજોગોવસાત પ્રસંગમાં તમને બોલાવી નથી શકતા માટે આપ ઘરે રહીને વરવધૂને આશીર્વાદ પાઠવશો. ખર્ચ પર કાપ મૂકવા માટે, સમયની બચત થાય તે માટે આયોજકો મહેમાનોને ઈ-ઈન્વિટેશન પાઠવી દે છે.

બ્લેસિંગ કાર્ડ વધુ મોંઘા છપાવે છે
અતુલભાઈ રાજદેવ- લગ્નમાં માણસોની સંખ્યા ઘટાડવી પડે છે. મહેમાનો તરફે લાગણી વ્યક્ત કરી શકાય તે માટે બ્લેસિંગ કાર્ડ છપાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્નમાં સંખ્યા મર્યાદિત હોવાથી ખર્ચ બચી જાય છે.પરિણામે તેઓ કંકોત્રી કરતા વધુ મોંઘા બ્લેસિંગ કાર્ડ બનાવે છે. આ ટ્રેન્ડ કોરોના પછી શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...