ITના દરોડા:રાજકોટમાં ITનું મેગા સર્ચ ઓપરેશન, RK ગ્રુપના સર્વાનંદ સોનવાણી સહિતનાં મોટા બિલ્ડરો પર IT ત્રાટક્યું, કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા

રાજકોટ2 મહિનો પહેલા
RK ગ્રુપની મુખ્ય ઓફિસ પર તપાસનો ધમધમાટ શરુ
  • મુંબઈ,સુરત અને વડોદરાની ટીમ દ્વારા કાળું નાણું શોધી કાઢવા શહેરમાં મોટાપાયે દરોડા

ગુજરાત આયકર વિભાગની મુંબઈ,સુરત અને વડોદરાની ટીમ દ્વારા કાળું નાણું શોધી કાઢવા રાજકોટમાં મોટા પાયે દરોડા અને સર્ચની કામગીરી શરૂ કરી દીધી છે. જેને પગલે આજે રાજકોટમાં વહેલી સવારથી જાણીતા બિલ્ડર RK ગ્રુપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર તથા અન્ય ચાર ભાગીદારોને ત્યાં ITની ટીમ ત્રાટકી છે. જ્યાં RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ અને તેના મુખ્ય બે કોન્ટ્રાકટર આશિષ ટાંક અને રમેશ પંચાલનેને ત્યાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. જેને કારણે રિંગરોડ પરનાં 8 પ્રોજકેટ પર પણ તપાસ થઇ રહી છે.

RK ગ્રુપની મુખ્ય ઓફિસ પર તપાસનો ધમધમાટ શરુ
RK ગ્રુપની મુખ્ય ઓફિસ પર તપાસનો ધમધમાટ શરુ

શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા
હાલ જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ અને જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ ITની ટીમ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં બે ડઝનથી વધુ સ્થળોએ ITના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ઉત્પન્ન થયો છે. અને આગમી દિવસોમાં મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત ટ્રીનીટી ગ્રુપના ભાગીદારો પર પણ મોટા પાયે દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતૂં. જનતા તથા જનકલ્યાણ સોસાયટીમાં આવેલા પ્રફુલ ગંગદેવના નિવાસસ્થાન ઉપરાંત કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક આવેલી ઓફિસર ખાતે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તેમના ભાગીદારો કિંજલ ફળદુના સાંઇનગર ખાતેના નિવાસસ્થાન તથા નિર્મલા રોડ પરના ચંદ્રેશ પનારા (શંભુ)ના રહેઠાણ, ગૌરાંગ પટેલના રહેઠાણ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. એવી માહિતી સાંપડી છે કે રાજકોટના ટોચના ફાઇનાન્સરના સમગ્ર હિસાબ કિતાબ રાખતા બે મુખ્ય કર્મચારીઓના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

રાજકોટમાં દોઢ-બે વર્ષ બાદ આ પ્રથમ મેગા ઓપરેશન છે
રાજકોટમાં દોઢ-બે વર્ષ બાદ આ પ્રથમ મેગા ઓપરેશન છે

જંગી કરચોરી પકડાવાની આશંકા
તેના આધારે ફાઇનાન્સર પણ ઝપટે ચડી શકે છે. આ ફાઇનાન્સર પર ત્રણ ચાર વર્ષ પૂર્વે પણ મોટાપાયે દરોડા પાડયા હતા. સુત્રોના કહેવા પ્રમાણે બિલ્ડર ગ્રુપ પરના દરોડાના કનેકશનમાં ગોંડલના હડમતાળા સ્થિત ગ્રેનાઇટ કારખાનામાં થતા સર્ચ સર્વે કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગની આ મેગા દરોડા કાર્યવાહીમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરાના અધિકારીઓનો કાફલો પણ જોડાયો હતો. 150થી વધુ અધિકારીઓ ઓપરેશનમાં સામેલ થયા હતા. વ્હેલી સવારમાં જ દરોડાની વાત વાયુવેગે પ્રસરી જતા બિલ્ડરોની ‘સવાર બગડયા’નો ઘાટ ઘડાયો હતો. આવકવેરા સૂત્રોએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં જ દસ્તાવેજોનો ઢગલો કબ્જે કરવામાં આવ્યો છે. જંગી કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.

છ વાગ્યામાં જ દરોડા શરુ થતા વાત વાયુવેગે પ્રસરવા લાગી
છ વાગ્યામાં જ દરોડા શરુ થતા વાત વાયુવેગે પ્રસરવા લાગી

કોરોનાકાળમાં સર્ચ-સર્વે અટકી ગયા હતા
ભારતમાં માર્ચ 2020માં કોરોનાના પગપેસારા અને ત્યારબાદ લોકડાઉન સહિતના ઘટનાક્રમોમાં વેપાર ઉદ્યોગને ફટકો પડયો જ હતો. સાથોસાથ ઇન્કમટેકસ કાર્યવાહી પણ સ્થગિત જેવી થઇ ગઇ હતી. સર્ચ-સર્વે અટકી ગયા હતા. અમદાવાદ જેવા શહેરમાં એકાદ દરોડા કાર્યવાહી થઇ હતી બાકી તંત્ર શાંત હતુ રાજકોટમાં દોઢ-બે વર્ષ બાદ આ પ્રથમ મેગા ઓપરેશન છે. સામાન્ય રીતે ઈન્કમટેકસ દરોડા કાર્યવાહી સવારે આઠ વાગ્યાના અરસામાં કરતુ હોય છે. પરંતુ આજે વ્હેલી સવારે છ વાગ્યે જ એક પછી એક સ્થળોએ કાફલો ત્રાટકવા લાગ્યો હતો. રાજકોટમાં મોટાભાગના લોકોની સવાર મોટી પડતી હોય છે. છ વાગ્યામાં જ દરોડા શરુ થતા વાત વાયુવેગે પ્રસરવા લાગી હતી. અર્ધા એક કલાકમાં તો સમગ્ર બિલ્ડર-ફાઈનાન્સર લોબીમાં વાત ફરી વળી હતી. વ્હેલા ઉઠીને ‘સવાર બગડી’ હોવાનો ઘાટ ઘડાયો હતો.

બિલ્ડરો દ્વારા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડયુ
બિલ્ડરો દ્વારા બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડયુ

શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો માલુમ પડયા
આવકવેરા ખાતાના સુત્રોએ કહ્યું છે કે બિલ્ડરો દ્વારા નામાંકિત હેરાફેરીમાં તેના સ્ટાફના બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું માલુમ પડયુ છે. બિલ્ડર સ્ટાફના બેંક ખાતાઓમાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો માલુમ પડયા છે અને તેના આધારે તમામના બેંક ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. સામાન્ય રીતે માલિકના બેંક ખાતા-લોકરોની વિગતો મળ્યે સીલ કરવાની કાર્યવાહી થતી હોય છે. તેના બદલે સ્ટાફના બેંક ખાતા પણ સીલ કરાયા છે.