આધુનિક તાલીમ:રાજકોટ ITIમાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન રિપેર, ઈલેક્ટ્રિશિયન, CNC ઓપરેટરની તાલીમ અપાશે; માસિક 15000થી વધુ કમાય શકશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્કિલ આધારિત નવા 6 કોર્સ ઉમેરાયા: બહેનોને પણ કાર ડ્રાઈવિંગ સહિતની ટ્રેનિંગ અપાય છે

સમયની સાથે હવે આઈટીઆઈ પણ આધુનિક બની છે. એક સમયે જ્યાં વાયરમેન સહિતના પ્રાથમિક કોર્સની પ્રાથમિક તાલીમ આપવામાં આવતી હતી ત્યાં હવે આધુનિક ઉપકરણો જેની હાલ ખૂબ ડિમાન્ડ છે એવા સ્માર્ટ ફોન રિપેરિંગ ટેક્નિશિયન, સીએનસી ઓપરેટર, મલ્ટિ સ્કિન ટેક્નિશિયન સહિતના જુદા જુદા છ કોર્સ નવા શરૂ કરવામાં આવ્યા છે જેમાં માત્ર 8 કે 10 ચોપડી ભણેલા વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપવામાં આવી રહી છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંથી તાલીમ પામીને પોતાનો ધંધો-વ્યવસાય કરી રહ્યા છે અને માસિક રૂ.15 હજારથી વધુની કમાણી કરી રહ્યા છે. આઈટીઆઈમાં સમયાંતરે યોજાતા કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પણ મોટી મોટી કંપનીઓએ અહીંના વિદ્યાર્થીઓના લાખોના પેકેજ પણ આપ્યા છે. અહીં હવે બહેનો માટે પણ કાર ડ્રાઈવિંગ અને મોબાઈલ ટેક્નોલોજી માટેની તાલીમના વર્ગો શરૂ કર્યા છે. હજુ પણ આઈટીઆઈમાં જુદા જુદા કોર્સમાં પ્રવેશ ચાલુ છે.

કોલેજ-યુનિવર્સિટીના કેમ્પસ ઈન્ટરવ્યૂ કરતા ITIમાંથી વધુ જોબ મળી
છ વર્ષમાં રાજકોટ ITIમાં 240 કંપનીના કેમ્પસ ઈન્ટરવ્યૂ દ્વારા કુલ 9 હજારથી વધુ તાલીમાર્થીને પ્લેસમેન્ટ આપ્યા છે. આટલી તકો કોલેજો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ ભાગ્યે જ મળે છે. આઈ.ટી.આઈ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓની લાયકાત મુજબ રૂ.8000 થી રૂ. 17200 જેટલા શરૂઆતના પગાર ધોરણ આપવામાં આવે છે.

આઈટીઆઈમાં જુદા જુદા 45 પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે
રાજકોટ ITIમાં 45 પ્રકારના કોર્સ ચાલી રહ્યા છે. 8 ધોરણ પાસ હોય તે વિદ્યાર્થી પણ ટેક્નોલોજીયુક્ત કોર્સ કરીને મોટી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મેળવી શકે છે કે પોતે પણ પોતાનો વ્યવસાય કરી શકે છે. ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિક મોટર વ્હિકલ, વેલ્ડર, કારપેન્ટર, પ્લમ્બર ઉપરાંત ટેક્નોલોજીયુક્ત કોર્સ કમ્પ્યૂટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી સિસ્ટમ મેન્ટનન્સ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટિસ્કિલ ટેક્નિશિયન ઈલેક્ટ્રિકલ, CNC ઓપરેટર ટર્નિંગ, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ, ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર જેવા કોર્સ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે.- એન.પી.રાવલ, પ્રિન્સિપાલ, આઈટીઆઈ

અન્ય સમાચારો પણ છે...