તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાને ‘આશરો':રાજકોટની ‘અંબા’ બની ઈટાલીની નાગરિક,સવા વર્ષ પહેલા લોહીલુહાણ હાલતમાં મળેલી બાળકીને ઈટાલીના દંપતીએ દત્તક લીધી

રાજકોટ7 દિવસ પહેલા
હાલની અંબાની તસવીર
  • કાઠિયાવાડ બાલાશ્રમમાં એક વર્ષથી રહેતી ‘અંબા’ હવે ત્રણ મહિના પછી મમ્મી-પપ્પાને મળશે

દુનિયાભરમાંથી જેના શ્વાસ માટે પ્રાર્થના અને દુઓ થઈ રહી હતી તે રાજકોટની 'અંબા' ટૂંક સમયમાં ઈટાલી પહોંચશે. સવા વર્ષ પૂર્વે રાજકોટની ભાગોડે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલ ‘અંબા' લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.બે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી.એ વખતે કલેકટર,કમિશનરથી લઈને ખુદ CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્યો છે.

અંબેને તેડીને ચપટી વગાડો એટલે ખૂબ હંસે
અંબેને તેડીને ચપટી વગાડો એટલે ખૂબ હંસે

ગુંથર દંપતી ‘અંબા'ને દત્તક લેશે
હવે સૌ કોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા એક વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોનાને સાથે કરેલી ‘અંબા’ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. થોડા સમય પહેલા તેની દત્તકવિધિ માટે પ્રોસીજર કરવામાં આવી હતી. જેમાં ઈટાલીના ગુંથર દંપતીએ અંબાને દતક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને હવે ત્રણ મહિનામાં અંબા ઈટાલી પહોંચશે.અંબાને સ્પેશિયલ નિગરાની કેટેગરીમાં મુકવામાં આવી હતી.ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપતીએ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે અને હવે ‘અંબા’ તેનું બીજું સંતાન બનશે.

ઠેબચડા પાસે તરછોડાયેલી અંબા હવે એકદમ સ્વસ્થ
ઠેબચડા પાસે તરછોડાયેલી અંબા હવે એકદમ સ્વસ્થ

કાઠિયાવાડ બાલાશ્રમ 350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા
કાઠિયવા બાલાશ્રમના સુપ્રિટેન્ડેન્ટ પ્રભાબેન ભેંસડિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિનાની લાંબી સારવાર બાદ હૉસ્પિટલમાંથી વ્હાલસોયી દીકરીને પરિવાર મળશે. અંબા શારીરિક અને માનસિક રીતે નબળી હતી. અત્યારે અંબા સવા વર્ષની થઈ છે અને હવે સંપૂર્ણ સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કાઠિયાવાડ બાલાશ્રમ 350 જેટલા બાળકો વિદેશ પહોંચ્યા છે.ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા શહેરની ભાગોળે ઠેબચડાની સીમમાંથી અંબા મળી હતી. એ વખતે કૂતરાંના મુખમાંથી આસપાસના યુવકોએ તેને છોડાવી હતી. અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અને ત્રણ માસની સઘન સારવાર બાદ તે સ્વસ્થ થઈ હતી.