તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ખેતીવાડીના વીજપોલ ઊભા કરતા હજુ 25 દિવસ લાગશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાવાઝોડાગ્રસ્ત રહેણાકમાં વીજપુરવઠો પૂર્વવત

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને કારણે વીજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. આશરે 5400 જેટલા ગામડાંઓમાં અંધારપટ છવાયો હતો અને દિવસો સુધી લોકોએ વીજળી વિના રહેવું પડ્યું હતું. પીજીવીસીએલ અને રાજ્યના અન્ય વીજકંપનીઓની ટીમો પણ સૌરાષ્ટ્રમાં ઉતારી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી જેના પગલે સૌરાષ્ટ્રના ગ્રામ્યમાં તો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે.

લોકોને ઘરોમાં વીજળી આવી ગઈ છે પરંતુ ખેતીવાડીના ફિડર અને વીજલાઈન હજુ અસરગ્રસ્ત છે. પીજીવીસીએલની અનેક ટીમો વીજપોલ ઊભા કરવાની કામગીરી કરી રહી હોવાનું વીજ કંપનીના ઈજનેરો જણાવે છે. અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ખેતીવાડીની લાઈન હજુ અસરગ્રસ્ત છે. જેને પૂર્વવત કરતા 20થી 25 દિવસનો સમય લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...