વેધર:હજુ 24 કલાક ઠંડી થરથરાવશે, કાલથી ક્રમશ: તાપમાન ઘટશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં મંગળવારે લઘુતમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું
  • ગુરુવારથી​​​​​​​ શનિવાર સુધી ઠંડી ઓછી રહેશે, સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સિંગલ ડિજિટ તાપમાન રહ્યું

રાજસ્થાનમાં કોલ્ડવેવની અસરના ભાગરૂપે રાજકોટમાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતુ. મંગળવારે સવારે 9 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આ સાથે જ રાજકોટમાં ફરી એક વખત સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ 24 કલાક એટલે કે આજથી લઈને કાલે ગુરુવારે સવાર સુધી ઠંડી રહેશે. બપોરબાદ ઠંડી ક્રમશ: ઘટશે. શનિવાર સુધીમાં 12થી 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. મંગળવારે રાજકોટ અને અમરેલીમાં સિંગલ ડિજિટમાં તાપમાન પહોંચ્યું હતું.

હવામાન ખાતાના જણાવ્યાનુસાર મંગળવારે લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી રહ્યું હતું. સવારે ભેજનું પ્રમાણ 85 ટકા હતું અને પવનની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. જ્યારે મહત્તમ તાપમાન 24.1 ડિગ્રી રહ્યું હતું. બપોરના સમયે પવનની ઝડપ 16 કિલોમીટર રહેતા ઠંડક વધારે અનુભવાઇ હતી. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર સંક્રાંતના દિવસે સવારે પવનની ઝડપ ઓછી હશે અને બપોરબાદ પવનની ઝડપ વધારે રહેશે. મંગળવારે લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચતા આખો દિવસ ઠંડી રહી હતી. સવારે ઠંડીને કારણે રોડ પર ટ્રાફિક પણ ઓછો જોવા મળ્યો હતો.

લઘુતમ તાપમાન નીચું ગયું હતું, પરંતુ મહત્તમ તાપમાન જળવાઈ રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંગલ ડિજિટમાં તાપમાન થશે અને શીતલહેર છવાશે. રાજકોટ, અમરેલી સિવાય બાકીના શહેરોમાં ઠંડી 10 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સુધી જોવા મળી હતી. ભાવનગરમાં 10 ડિગ્રી, પોરબંદર 10 ડિગ્રી, સાસણગીરમાં 11.5 ડિગ્રી ,દ્વારકામાં 13.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...