તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડીડીઓએ જ સામાન્ય સભાને ઠરાવ માટે ખોટું સૂચન કર્યું હતું

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સભામાં બોલ્યા પછી પોતે જ શા માટે ઠરાવ રદ કરવા નીકળ્યા!
 • વિકાસ કમિશનરે કહ્યું કે, સરકારી આદેશનું પાલન ન અટકાવી શકાય

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રિ-ઓડિટના પરિપત્રની અમલવારી મોકૂફ રાખવા સંદર્ભે થયેલા ઠરાવને વિકાસ કમિશનરે રદ કર્યો છે. સામાન્ય સભામાં શું બન્યું અને જિલ્લા વિકાસ અધિકારીએ શું રજૂઆત કરી તે અંગે વિકાસ કમિશનર સાથે વાત કરતા સ્પષ્ટ થયું છે કે આ ઠરાવ માટે જિલ્લા વિકાસ અધિકારીએ જ ખોટું સૂચન કર્યું હતું.

રાજ્ય સરકારના ઓડિટના પરિપત્ર મુજબ રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રિ-ઓડિટ ન થતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ પરિપત્ર કરી રાજકોટમાં ફરજિયાત કરવા કહ્યું હતું. નવી સિસ્ટમથી ઓડિટ અમલી બનતા સામાન્ય સભામાં આ મુદ્દો ગરમાયો હતો અને રદ કરવા માગ કરાઈ હતી. પરિપત્ર રદ થાય તેમ ન હોય પણ અમલવારી હાલ પૂરતી મોકૂફ રાખી શકાય છે તેવું સૂચન ડીડીઓએ સામાન્ય સભાને કર્યું હતું જેથી સભ્યોએ એ મુજબનો ઠરાવ કર્યો હતો.

સામાન્ય સભા 8 સપ્ટેમ્બરે મળી હતી જેના 10 દિવસ બાદ ડીડીઓને ખ્યાલ આવ્યો કે ઠરાવ યોગ્ય નથી તેથી 18મીએ વિકાસ કમિશનરને પત્ર લખી આ ઠરાવ સરકાર વિરૂધ્ધનો હોવાથી પ્રતિશેધ કરવા ભલામણ કરી હતી. આ અંગે બે મહિનાની સુનાવણીઓ બાદ ત્રણ દિવસ પહેલા વિકાસ કમિશનરે આ ઠરાવ રદ કર્યો છે.

દિવ્ય ભાસ્કરે પ્રથમથી જ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીના પત્ર પર ઘણી શંકા હતી કારણ કે કાર્યવાહી નોંધમાં પણ ડીડીઓએ સૂચન કર્યાનું નોંધાયું છે આમ છતાં પત્ર લખાયો હતો. ઠરાવ રદ થયા બાદ ભાસ્કરે વિકાસ કમિશનર એમ. જે. ઠક્કરનો સંપર્ક કરી તેમને જણાવ્યું હતું કે અમલવારી મોકૂફ રાખવાની ભલામણ અને સૂચન જિલ્લા વિકાસ અધિકારીએ જ કહ્યું હતું અને તે મુજબ ઠરાવ થયો છે જે કાર્યવાહી નોંધમાં પણ છે. તેમણે કહ્યું કે ઓડિટનો સરકારી પરિપત્ર સામાન્ય સભા મોકૂફ રાખી ન શકે. જો ડીડીઓ પર આ આદેશથી ઉપર નથી અને તેમણે સામાન્ય સભાને સૂચવ્યું હોય તો તે સૂચન યોગ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો