તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાશકારો:વાદળો તૂટી પડ્યા હોય તેવું બિહામણું દૃશ્ય હતું, હરિદ્વારમાં સામાન છોડી દેહરાદૂન આવી ગયા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટના ક્રિષ્નાબેન અને તેમના પિતા હરેશભાઇ ઉત્તરાખંડના જળપ્રલયથી માંડ બચ્યા

ઉત્તરાખંડમાં નદીમાં આવેલા પૂરને કારણે ડેમ તૂટી ગયા છે અને જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે. આ સમયે રાજકોટના પિતા-પુત્રી હરેશભાઈ અને ક્રિષ્નાબેન સ્થળ પર હાજર હતા અને દૂરથી જ આ બિહામણું દૃશ્ય દેખાતા હતપ્રભ થઈ ગયા હતા જોકે હાલ દેહરાદૂનમાં સુરક્ષિત સ્થળે છે. ક્રિષ્નાબેન ગોહેલના લગ્ન થયાના 4 જ મહિનામાં તેમના પતિ ડેન્ગ્યુની ચપેટમાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. આઘાતમાંથી બહાર આવે અને હરિદ્વારમાં પતિની ઉત્તરક્રિયા કરે તે પહેલા જ લોકડાઉન આવ્યું.

આ દરમિયાન તેઓએ યુપીએસસીની તૈયારી ચાલુ કરી દીધી. આખરે સવા વર્ષ પછી હરિદ્વાર જવાનું થયું અને શનિવારે રાત્રે જ તેઓ હરિદ્વાર પહોંચ્યા હતા. તેઓ જણાવે છે કે, ‘અમે જે ટ્રેનમાં આવ્યા તેમાં મોટાભાગના ગુજરાતીઓ જ હતા. શનિવાર રાત્રે હરિદ્વાર પહોંચ્યા પણ રવિવારે એકાદશી હોવાથી વિધિ થઈ શકે તેમ ન હતી તેથી અમે નક્કી કર્યુ કે, ઋષિકેશ સહિતના સ્થળોએ દર્શન કરી આવીએ. ઉત્તરાખંડના શ્રીનગર પહોંચ્યા હતા અને પૂર આવ્યાની જાણ થઈ હતી. દૂર ક્ષિતિજ તરફ નજર કરી તો જાણે આકાશમાંથી વાદળો તૂટી પડ્યા હોય તેવું લાગતું હતું જે જોઈને બધા લોકો ડરી ગયા હતા.

અમે જેમ તેમ કરીને દેહરાદૂન પહોંચી ગયા છીએ અને હાલ 40થી 50 ગુજરાતીઓ છીએ અને બધા સુરક્ષિત છીએ. પોત પોતાની રીતે અલગ અલગ હોટેલમાં હાલ રોકાયેલા છે. અમારો સામાન હરિદ્વારમાં છે અને ત્યાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે અને હવે ધીરે ધીરે નીચે ઉતરશે તેવું કહે છે. પાણી ઉતરી ગયા બાદ ત્યાં જઇશું અને પછી વિધિ કરવી કે નહીં તે સ્થિતિ જોઈને નક્કી કરીશું.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો