ભાસ્કર વિશેષ:આઈટીએ ઊંધા કાન પકડાવ્યા;પહેલા ટેક્સ લીધો પછી પરત કરીને કહ્યું કે, અમે સૌથી વધુ રિફંડ ચૂકવ્યું

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ આવકવેરાને ટાર્ગેટે પહોંચવામાં 2 હજાર કરોડનું છેટું, ગ્રોસ કલેક્શન રૂ.4090 કરોડ

રાજકોટ ઈન્કમટેક્સ વિભાગ એવો દાવો કરી રહ્યું છે કે તેને ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે રિફંડ ચૂકવ્યું છે. પરંતુ આ કરદાતાના ઊંધા કાન પકડાવ્યા છે. ટીસીએસ હેઠળ પહેલા કરદાતા પાસેથી ટેક્સ લીધો છે અને તે પરત કર્યો છે. જે અત્યાર સુધીની રકમ રૂ. 2200 કરોડની છે. આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર નવા સોફ્ટવેરને કારણે આ વખતે રિટર્ન ચૂકવણીની પ્રક્રિયા ઝડપી બની છે. જો કે અત્યાર સુધી કરદાતા જે ટેક્સ ભરતા હતા તેની રકમ સલવાઈ જતી હતી . પરંતુ તે આ પ્રક્રિયા ઝડપી બનતા હવે કરદાતાના નાણાં છૂટા થયા છે.

રાજકોટ ઈન્કમટેક્સને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 3900 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે જેની સામે ગ્રોસ કલેક્શન રૂ. 4090 કરોડનું થયું છે. જ્યારે રિટર્ન રૂ. 2200 કરોડનું ચૂકવવામાં આવ્યું છે. આમ નેટ કલેકશન રૂ. 1890 કરોડનું થાય છે.

સીએ રાજીવ દોશી જણાવે છે કે, ગત વર્ષથી નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે જેમાં જેને રૂ. 50 લાખ કે તેથી વધુ ખરીદી હોય તેના પર ટીસીએસ કાપવામાં આવે છે. કોઈ બે પક્ષે વેપાર થતો હોય ત્યારે વેચનાર છે એ ખરીદનારવતી ટેકસ ભરી દે છે અને ત્યારબાદ આ રકમ તેને પરત કરવામાં આવે છે. આમ લોકો પાસેથી પહેલા ટેકસ લીધો અને પછી તેને ચૂકવવામાં આવી રહ્યો છે.

ટેક્સચોરી પકડવામાં આઈટી અને જીએસટી એક થયા, ટેક્સચોરી માલૂમ પડશે તો નોટિસ મળશે
આર. કે. બિલ્ડરમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન અંતર્ગત હવે ખાતાકીય તપાસ ચાલી રહી છે જેમાં ખરીદનારને ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સિવાય જેને મોંઘી રકમના ફલેટ, કાર, મોટી રકમનું શેરબજારમાં રોકાણ કર્યુ છે, રોકડમાં નાણાકીય ચૂકવણી કરી છે તેવા પ્રકરણમાં ટેકસ ચોરી માલૂમ થઈ છે તેમને નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે આવકવેરા અને જીએસટી ટેકસચોરી સાબિત કરવામાં એક થયું છે. હાલ બન્નેમાં ટેકસ, વેંચાણ, રિટર્ન વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. જ્યાં ટેક્સચોરી સાબિત થશે તેને નોટિસ આપવામાં આવશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. જો કે 15 માર્ચના રોજ એ એડવાન્સ ટેકસ ભરવા માટેનો અંતિમ દિવસ હતો. આખરી ઘડીએ જેને ટેક્સ ભરવા કરદાતાઓ ઉમટતા કરોડો રૂપિયાની આવક થઈ હોવાનુ અધિકારીઓ જણાવી રહ્યા છે. જો કે ટેકસ કલેકશનના આંકડા હવે જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...