તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:IT એ જૂના કેસ રિ- ઓપન કર્યા, 10 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરનારને નોટિસ

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ઈન્કમટેક્સે કલમ 148 હેઠળ શહેરના 2 હજારથી વધુ કરદાતા પાસેથી જૂના હિસાબનો ખુલાસો માગ્યો છે. નાણાકીય વર્ષ 2014-15 થી 2019-2020 સુધીમાં જેમને રૂ. 10 લાખ કે તેથી વધુ રકમના રોકડમાં કે બેન્કમાં વ્યવહારો કર્યા હોય તેને નોટિસ પાઠવી છે.જેમને નોટિસ આપી છે તેમના શંકાસ્પદ વ્યવહારોની તપાસ થશે. આવકવેરાના સૂત્રોના જણાવ્યા મુજબ કલમ 148 હેઠળ આ નોટિસ આપવામાં આવી છે.

આ કલમ જ્યાં શંકાસ્પદ વ્યવહારો થયા હોય અને આવકની સરખામણીએ ઓછો ટેક્સ ભર્યો હોય તે સંદર્ભમાં પાઠવવામાં આવે છે. નોટબંધી પહેલાના જૂના વ્યવહારો ખૂલતા કરદાતાઓ પણ મૂંઝાયા છે. સોની વેપારી, બિલ્ડર અન્ય વેપારી, ઉદ્યોગપતિઓને આ નોટિસ મળી છે. છ વર્ષમાં જેમને મ્યુ. ફંડ, સ્થાવર મિલકત, વીમાની રકમમાં મોટું રોકાણ કર્યું હોય એવા કરદાતાના દસ્તાવેજોની ચકાસણી બાદ આ નોટિસ પાઠવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...