સંભાવના:રાજકોટમાં આઇટી પાર્ક શરૂ થવાની સંભાવના, વિદ્યાર્થીથી લઈને નોકરિયાતને અભ્યાસ, નોકરી માટે બીજા રાજ્યમાં જવું નહિ પડે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એમએસએમઈનું હબ ગણાતા રાજકોટમાં નવી આઈટી ઈન્ડસ્ટ્રીઝ આવી રહી છે. આવા સંજોગોમાં રાજકોટને આઈટી પાર્ક ફાળવવામાં આવે તેવી રાજકોટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશને કરી છે. આ માટે જમીનની દરખાસ્ત કરવામાં આવી છે. જો રાજકોટમાં આઈટી પાર્ક શરૂ થાય તો વિદ્યાર્થીથી લઈને નોકરિયાતને અભ્યાસ અને નોકરી માટે બીજા રાજ્યમાં જવું નહિ પડે અને અન્ય દેશ- રાજ્યની કંપની અહીં આવશે. જેથી નવી રોજગારીનું સર્જન થશે અને વેપાર ઉદ્યોગમાં ટેક્નોલોજીનો વપરાશ વધશે તેમ રાજકોટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એસોસિએશનના પ્રમુખ રોનકભાઈ રૈયાણીએ જણાવ્યું છે.

રોનકભાઈના જણાવ્યાનુસાર રાજકોટમાં આઈટી પાર્ક શરૂ થાય તે માટે અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ કોરોના કારણે આ ક્ષેત્રમાં કામગીરી અટકી ગઈ હતી, પરંતુ હવે આ બાબતે ફરી નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે. આ બાબતે એક સરવે પણ કરવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ જામનગર રોડ અથવા તો કાલાવડ રોડ તરફ આઇટી પાર્ક ફાળવવામાં આવે તેવી સંભાવના છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...