તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:મનપાના કેટલા કર્મીએ રસી લીધી તે કોઇને ખબર જ નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફૂડ શાખાએ વેપારીઓ પાસેથી સર્ટિફિકેટ માગ્યા
  • રસી લેવામાં કેટલા નગરસેવકો, ઈજનેરો બાકી છે તેની કોઇ નોંધ નહિ

રાજકોટની ફૂડ શાખા, આરોગ્ય શાખા સહિતના કર્મચારીઓએ શાકભાજીના વિક્રેતાઓ, ડ્રાઇવર, લારી ગલ્લાધારકોની પાસે જઈને રસી લીધી છે કે નહિ તે પૂછી રહ્યા છે. જો રસી લીધી હોય તો પુરાવા રૂપે વેક્સિન સર્ટિફિકેટ અથવા તો મેસેજ પણ માગી રહ્યા છે જેથી કોઈ બાકી હોય તો રસી આપી મહત્તમ કવરેજ કરી શકાય. આ ડ્રાઈવના ભાગરૂપે ફૂડ શાખાએ 14 ડેરી અને 51 ખાદ્ય પદાર્થના વિક્રેતાઓ જેવા કે ફાસ્ટફૂડ અને રેસ્ટોરન્ટમાં જઈને તપાસ કરી હતી અને 28 વિક્રેતા એવા નીકળ્યા હતા જેમણે રસી લીધી ન હતી. આથી તેમને રસી લેવા માટે સમજાવાઈ રહ્યા છે તેમજ લોકોને પણ માહિતી અપાઈ રહી છે કે કોણ કોણ રસી વિના વેપાર કરી રહ્યું છે.

સુપરસ્પ્રેડરે રસી લીધી કે નહિ તે તપાસ કરીને મનપા આવનારા સમયમાં કોઇપણ ચૂક ન રહે અને બધાએ વેક્સિન લીધી હોય તો ચેપ ફેલાય નહિ તેની તૈયારી કરી રહ્યું છે અને આ જ રીતે કામગીરી થાય તો જે લોકો રસી નથી લઈ રહ્યા તે પણ રસી લેતા ત્રીજી લહેરમાં જોખમ ઘટશે. જે રીતે વેપારીઓ સુપરસ્પ્રેડર છે તેવી જ રીતે મનપાના પણ ઘણા કર્મચારીઓ એવી પોસ્ટ પર છે જેમા તેમને સતત લોકો વચ્ચે રહેવાનું હોય છે અને જવાનું હોય છે તેથી તેઓ પણ સુપરસ્પ્રેડર બની શકે છે. કારણ કે, કેટલા કર્મીએ રસી લીધી તે કોઈને ખબર જ નથી.

અન્ય સમાચારો પણ છે...