તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હોસ્પિટલમાં દર્દીને કેટલું રાખવા, સારવાર આપવી તે તબીબનું કામ

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કન્ઝયુમર ફોરમનું વીમા કંપની સામે આકરું વલણ
 • દર્દીને વ્યાજ સાથે રકમ ચૂકવવા ફોરમનો હુકમ

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના ડાયરેક્ટર નરેન્દ્રકુમાર પાંચાણીએ તેમના પરિવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી લીધી હતી. નરેન્દ્રભાઇની પુત્રી રાશીને વાઇરલ ઇન્ફેક્શન થતાં તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાઇ હતી. બાદમાં તે સારવારનો ખર્ચ રૂ.23,319નો થયો હતો. જેથી પોલિસી હેઠળ ક્લેમ મેળવવા વીમા કંપનીમાં કાગળો રજૂ કર્યા હતા. ત્યારે વીમા કંપનીએ સામાન્ય બીમારીમાં હોસ્પિટલમાં દાખલ થવું ન પડે તેવું કારણ જણાવી ક્લેમ ચૂકવવાની ના પાડી હતી.

નારાજ નરેન્દ્રભાઇએ એડવોકેટ ગજેન્દ્ર જાની, પૃથ્વીરાજસિંહ જાડેજા મારફત વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ગ્રાહક તરફેણમાં ચુકાદો આવ્યો હતો અને સારવારનો ખર્ચ ફરિયાદની તારીખથી વાર્ષિક છ ટકા લેખે વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. ચુકાદા સમયે જજ વાય.ડી.ત્રિવેદી, સભ્ય એ.પી.જોષીએ જણાવ્યું કે, દર્દીને હોસ્પિટલમાં કેટલો સમય રાખવા અને કઇ સારવાર આપવી તે કામ ડોક્ટરનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો