આ વર્ષે કોરોના કહેર વચ્ચે હોળી ધુળેટીનો પર્વ આવ્યો છે. હોળી-ધુળેટી પર્વ પૂર્વે બજારમાં દાળીયા, ધાણી, ખજૂર અને પતાસાની ખરીદી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ રાજકોટના પરાબજારમાં લોકો ખરીદી કરવા આવ્યા હતા પરંતુ ક્યાંક લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા ભૂલ્યા હતા. ખરીદી કરવા આવેલ ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરવાનું ભૂલ્યા હતા અને ગીચતાના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હતું. ત્યારે દિવાળીની જેમ હોળી ધૂળેટીના પર્વ બાદ કોરોના વધુ વકરે તો નવાઇ નહીં.
બજારમાં લોકોની ભીડ ઓછી જોવા મળી હતી
દર વર્ષની માફક આ વર્ષે બજારમાં હોળી-ધુળેટી પર્વની ખરીદીમાં લોકોની ભીડ ઓછી જોવા મળી હતી. આજે હોલીકાદહન અને આવતીકાલે ધુળેટી પર્વ હોવા છતાં બજારોમાં ખરીદીનો માહોલ પૂરતો જામ્યો ન હતો. તો બીજી તરફ દાળીયા,ધાણી, ખજુર, પતાસા પણ ઘરાકી નહી નીકળતા વેપારીઓ નિરાશ થયા છે. હાલ બજારમાં ધાણી રૂપિયા 90થી 100, પતાસા રૂપિયા 80, દાળીયા રૂપિયા 100થી 120, ખજુર રૂપિયા 80, હારડા હાર રૂપિયા 10થી 20ના ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
હોળી-ધૂળેટીની ઉજવણીને લઈને સરકારની માર્ગદર્શિકા
હોળી-ધુળેટી પર્વ આડે ગણતરીના કલાકો હોવા છતાં બજારોમાં દાળીયા, ધાણી, ખજુર, પતાસા, હારડાની માંગ નહી હોવાથી વેપારીઓ મુંજાયા છે. કોરોનાની લહેર અને મોંઘવારી બેરોજગારીના કારણોસર લોકોમાં હોળી-ધૂળેટી પર્વનો ઉત્સાહ ઓસરી ગયો છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધૂળેટીની ઉજવણીમાં સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવના છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા તહેવારની ઉજવણીને લઈને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.