તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:શહેરના તમામ શાકભાજીવાળાને પૈસા માટે બે ડબ્બા રાખવા ફરજિયાત, ગ્રાહક આપે તે નોટ બીજા દી’ સુધી અડવાની નહીં

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાસ્કર વિશેષ | કોમ્યુનિટી મેડિસિનના ડો. ઉમેદ પટેલે આપેલા પ્રોટોકોલને મનપા આજથી લાગુ કરશે
 • { ગ્રાહક પૈસા આપે તે અડ્યા વગર ડબ્બામાં રાખવાના, પૈસા પરત આપવા હોય તો હાથ સેનિટાઈઝ કરીને બીજા ડબ્બામાંથી અપાશે

અમદાવાદમાં શાકભાજીવાળાને કારણે ઘણી જગ્યાએ કોરોના ફેલાયો અને તેને સુપર સ્પ્રેડરની કેટેગરીમાં મુકાયા અંતે શાકભાજી પર જ પ્રતિબંધ મૂક્વો પડ્યો છે. તેવું રાજકોટમાં ન થાય તે માટે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિનના આસિ. પ્રોફેસર ડો.ઉમેદ પટેલે વેપારીઓ અને શાકભાજીવાળા માટે એક પ્રોટોકોલ બનાવ્યો છે જેને મનપા સોમવારથી લાગુ કરવા જઈ રહી છે. ડો.પટેલના જણાવ્યા અનુસાર કરન્સી નોટ મારફત ઈન્ફેક્શન વધવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે આ નોટ દરેકના હાથમાં આવતી હોય છે ખિસ્સામાં રહે છે અને ભેજ પણ તેમાં લાંબો સમય રહેતો હોવાથી વાયરસને અનુકુળ વાતાવરણ આપે છે. જો ખૂબ જૂની નોટ હોય તો તેમાં ફૂગ પણ થઈ જાય છે. કોરોના વાયરસ આવી ચલણી નોટોને કારણે સરળતાથી એકથી બીજા સુધી પહોંચી શકે છે.  જો કે એક કે બે દિવસ નોટને અડાય નહીં તો વાઇરસ ટકી શકતો નથી આ માટે પ્રપોઝલ તૈયાર કરી છે. જે મુજબ શાકભાજીવાળા પૈસા માટે બે ડબ્બા રાખશે. ગ્રાહક શાકભાજી ખરીદીને પૈસા આપે તે પોતે અડશે નહીં અને એક ડબ્બામાં ગ્રાહકને નાખવાનું કહેશે. જો પૈસા પરત આપવાના થાય તો બીજા ડબ્બામાંથી આપતા પહેલા હેન્ડ સેનિટાઈઝ કરશે અને પછી પૈસા આપશે. જે ડબ્બામાં ગ્રાહકે પૈસા આપ્યા છે તેને એક દિવસ અડવાના નથી બીજા દિવસે તેનો ઉપયોગ કરવાનો છે જેથી જો કોઇ નોટ સંક્રમિત હશે તો પણ બચી શકાશે. રાજકોટની હાલની સ્થિતિએ શાકભાજીવાળાઓમાં ચેપ નથી તેથી તેને પોતાની કાળજી સૌથી પહેલા રાખવાની છે. લોકોએ એ ધ્યાન રાખવું કે શાકભાજી હાથથી અડવા નહીં અને સીધા પોતાની થેલીમાં નાખવા કહેવું. પૈસા પરત લઈએ ત્યારે તુરંત જ હાથ સેનિટાઈઝ કરી દેવા. ઘરે શાકભાજી લઈ જઈ વહેતા પાણીએ થોડીવાર ધોઈને પછી જ તેનો ઉપયોગ કરવો.  મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ ડો.પટેલે જે પ્રોટોકોલ તૈયાર કર્યો છે તેને લાગુ કરવામાં આવશે અને દરેક વોર્ડ ઓફિસરને સોમવારથી જ વેપારીઓ તેમજ શાકભાજીવાળા પાસે આ સૂચના આપવા કહ્યું છે. અંદાજે 5000 વેપારીઓ છે અને બધાને આ નિયમ પાળવા માટે સમજાવવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો