કાલે શરદપૂનમ:સાંજે 6.10થી 8.42 લક્ષ્મીપૂજા કરવી ઉત્તમ, શાસ્ત્ર મુજબ પૂનમે લક્ષ્મીપૂજન કરવાનું અને દૂધ-પૌવા આરોગવાનું મહાત્મ્ય

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આસો સુદ પૂનમને બુધવારે તા.20 ઓક્ટોબરે શરદપૂનમ અને આજ દિવસે વ્રતની પૂનમ છે. એક વર્ષમાં બાર પૂનમ આવે છે. તેમ શરદપૂનમનું મહત્ત્વ વધારે છે શરદપૂનમના દિવસે ચંદ્રમા સોળે કળાએ ખીલી ઊઠે છે અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને ચંદ્રમાં રહેલું અમૃત તત્ત્વ શરદપૂનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે. શરદપૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદપૂનમની સાંજના લક્ષ્મીપૂજન કરવું શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે તેનાથી નિર્ધનતાનો નાસ થાય છે.

શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે, શરદપૂનમના દિવસે લક્ષ્મીપૂજાનો સાંજનો શ્રેષ્ઠ સમય 6.10થી 8.42 સુધી છે. શરદપૂનમની રાત્રે 12 વાગ્યા સુધી અથવા આખી રાત્રીનું જાગરણ પણ કરાય છે. શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્ત્વ રૂપી તેજ પૃથ્વી પર પાડતાં હોવાથી પોતાની અગાસીમાં રાત્રે સાકરવાળુ દૂધ અને પૌવા થોડીવાર મૂકી અને તેનો પ્રસાદ લેવો તેનું મહત્ત્વ વધારે છે તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે.

અથવા તો આખી રાત સાકર મૂકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય. આયુર્વેદમાં પણ શરદપૂનમનું મહત્ત્વ વધારે છે. જ્યોતિષની દૃષ્ટિએ જે લોકોને ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગમાં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જાપ પૂજા કરવાથી અથવા તો કરાવાથી રાહત મળે છે.

અન્ય સમાચારો પણ છે...