તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં તપાસ પૂર્ણ:આઈટીની તપાસમાં 63 કરોડના વ્યવહારો ખુલ્યા

રાજકોટ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગુટખા કંપનીનું ગાંધીધામ કનેકશન ખુલ્યું’તું

મુંબઈ સ્થિત ગુટખા બનાવતી કંપનીનું કનેક્શન ગાંધીધામ સુધી ખૂલતા રાજકોટ ઇન્કમટેક્સે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં રૂ.63 કરોડના બોગસ વ્યવહારો મળી આવ્યા છે. તેમજ રૂ.13 લાખની રોકડ અને રૂ. 7 કરોડના દાગીના જપ્ત કરાયા છે. ગાંધીધામમાં એક સપ્તાહ સુધી તપાસ ચાલુ રહી હતી અને તપાસ દરમિયાન જે શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા તે કબજે લેવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ મુંબઈ મોકલાયો છે.

મુંબઈના કનેક્શનમાં ગાંધીધામની આર.બી.એન્ટરપ્રાઈઝ, એસ.કે નિર્યાત નામની કંપનીમાં રાજકોટ ઈન્કમટેક્સે તપાસ શરૂ કરી હતી. ચકાસણી કરતા એવું જાણવા મળ્યું છે કે, આઇટીસી મેળવવા માટે કંપનીએ બોગસ વ્યવહારો કર્યા હતા. એ માટેનો ક્લેમ મેળવે તે પહેલા જ તે ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવી ગયું હતું. અનેક શહેરોમાં આ કંપનીની શાખા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં રાજકોટ, ગાંધીધામ ઉપરાંત મુંબઈની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો