જળબંબાકાર:જામકંડોરણામાં 4.5 ઇંચ વરસાદ, ફોફળ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પુલનો માટીનો પાળો ધોવાયો, વાહન વ્યવહાર બંધ

રાજકોટ5 મહિનો પહેલા
ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં નદી બે કાંઠે વહી.

જામકડોરણામાં સાડા ચાર ઇંચ વરસાદ પડતાં ફોફળ નદીમાં પૂર આવતાં પુલનો માટીનો પાળો ધોવાયો છે. આથી ગોડલ-જામકંડોરણાના સ્ટેટ હાઈવે રોડનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. જામકડોરણા તાલુકામાં સવારથી મેઘરાજાએ પધરામણી કરતાં સાડા ચાર ઈચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ફોફળ નદીમાં પૂર આવતાં ફોફળ નદીના પૂલને નુકસાન થતાં ગોડલ- જામકંડોરણાના સ્ટેટ હાઈવે રોડનો વાહન વ્યવહાર બંધ કરાયો છે. જામકડોરણા તાલુકામાં ભારે વરસાદથી રસ્‍તાઓ પર પાણી ફરી વળ્‍યા હતા.જામકંડોરણા પંથકમાં ભારે વરસાદ પડતાં ધોરાજી નાયબ કલેક્ટર જયેશભાઈ લીખીયા, જામકંડોરણા મામલતદાર મૂળશીયા, નાયબ મામલતદાર લૂણાગરીયા સહિતના અધિકારીઓની ટીમે ગ્રામીણ વિસ્તારોમાં દોડી ગઈ હતી.

ફોફળ નદીના ધસમસતા પાણીથી પુલનો માટીનો પાળો તણાયો.
ફોફળ નદીના ધસમસતા પાણીથી પુલનો માટીનો પાળો તણાયો.

શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો
રાજકોટનાં પશ્ચિમ વિસ્તારોમાં પાણી પુરુ પાડતા અને શહેરની ભાગોળે આવેલ ન્યારી-1 ડેમનાં ઉપરવાસમાં વરસાદના કારણે બપોરના 4:30 વાગ્યા સુધીમાં અડધા ફુટની આવક થતા ડેમની હાલની સપાટી 14.60 ફુટે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

ધોરાજીનો ભાદર-2 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં
આજ વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા અમીવર્ષા વરસાવી રહ્યા છે ત્યારે ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર -2 ડેમ હાલ 70% ભરાઈ ચુક્યો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે છે . આથી ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાના ડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા, માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા કુતિયાણા તાલુકાના રોધડા, ચીંટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા પોરબંદરના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

ધોરાજીમાં આવન જાવન માટેનો કોઝવેનો પાણીમાં ગરકાવ થયો
ધોરાજીમાં આવન જાવન માટેનો કોઝવેનો પાણીમાં ગરકાવ થયો

ST વિભાગ દ્વારા વરસાદને પગલે આ રૂટ બંધ કર્યા
સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલને પગલે ST વિભાગ દ્વારા મુસાફરોની સલામતીના ભાગરૂપે વેરાવળ, ઉના, દીવ અને કોડીનારની ST બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂરગ્રસ્ત અનેક તાલુકા અને જિલ્લાના રૂટ ઉપર હાલ ST વિભાગે રોક લગાવી દેવામાં આવી છે. જેના પગલે ST નિગમને લાખો રૂપિયાનુ નુકસાન જવાની શક્યતા છે પરંતુ પ્રવાસીઓની સલામતી માટે ST નિગમ દ્વારા રૂટ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રૂ.4 લાખનો ચેક ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો
રૂ.4 લાખનો ચેક ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લાના મેટોડામાં ગત તા.15 જુન 2022ના રોજ વિજળી પડતાં પરપ્રાંતીય મજુર નિરજ યાદવનું મોત થયું હતું. જેથી ગુજરાત સરકાર તરફથી તેમને સહાય પેટે રૂ.4 લાખનો ચેક ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

લોધિકામાં 4 અને ઉપલેટામાં સાડા ત્રણ ઇંચ વરસાદ
આજ વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. ઉપલેટામાં આજે વહેલી સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. આથી રસ્તાઓ પર બેથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમજ ગોંડલના બાંદરા, વેકરી સહિતના ગામમાં 3 ઈંચ વરસાદ પડતા નદીઓ ગાંડીતૂર બની છે. નદીઓમાં આવેલા ઘોડાપૂર જોવા લોકો ઉમટ્યા છે. ઉપલેટા અને ગોંડલ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લોધિકામાં 4 અને જામકંડોરણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક.
સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમમાં નવા નીરની આવક.

લોધિકામાં 4 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા
લોધિકા તાલુકામાં ધોધમાર 4 ઇંચ વરસાદ પડતા નાધુ પીપળીયા નદીમાં પૂર આવ્યું છે. તેમજ ફોફર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત ત્રીજા દિવસે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. લોધિકા પંથકમાં ભારે વરસાદથી રાજકોટ નજીક ખીરસરા રણમલજી મદાદેવળી નદીમાં નવા નીર આવ્યા છે. તેમજ ખીરેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી નદીમાં પણ નવા નીર આવ્યા છે. ભારે વરસાદને કારણ કોડીનારથી દીવ તરફ જતી એસટી બસોને રસ્તાઓ બંધ હોવાને કારણે બ્રેક મારવામાં આવી છે. પરંતુ રાજકોટથી વેરાવળ સુધી બસ સેવા શરૂ છે.

જાકંડોરણાની ફોફળ નદી ગાંડીતૂર બની.
જાકંડોરણાની ફોફળ નદી ગાંડીતૂર બની.

ભાદર ડેમ-1માં નવા નીરની આવક
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમમાં 1437 ક્યુસેક પાણીની આવક થઈ છે. વીરપુર, રાજકોટ, જેતપુર, અમરનગર, ખોડલધામ સહિતની 6 જેટલી જૂથ યોજના દ્વારા આ ડેમમાંથી પાણી ઉપાડવામાં આવે છે. અંદાજિત 20 લાખ લોકોને પીવાનું પાણી આ ડેમ પૂરું પાડે છે.

ઉપલેટામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
ઉપલેટામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ગોંડલ શહેરમાં 2 ઇંચ વરસાદ
જ્યારે ગોંડલ શહેરમાં વહેલી સવારથી બપોર સુધીમાં બે ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ગોંડલ પંથકમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના મહાદેવવાડી, રાધાકૃષ્ણનગર, ભવનાથ, કૈલાશ બાગ, જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. ધીમીધારે વરસાદ વરસતો હોવાથી વાતાવરણ ખુશનુમા બન્યું છે અને ઠંડક પ્રસરી જતા લોકોએ બફારામાંથી મુક્તિ મેળવી છે.

ઉપલેટા પંથકમાં ખેતરો પાણી પાણી થયા.
ઉપલેટા પંથકમાં ખેતરો પાણી પાણી થયા.
ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા.
ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદથી ગામમાં પાણી ઘૂસ્યા.

રાજકોટમાં ધોધમાર વરસાદ
રાજકોટમાં પણ આજે સવારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે બપોરે મેઘરાજાએ ગતિ વધારતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એકાએક વરસાદ શરૂ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. શહેરના હોસ્પિટલ ચોક, જામનગર રોડ, રેલવેનગર, શાસ્ત્રી મેદાન, યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડિયમમાં વરસાદી પાણી ભરાયા છે. લોધિકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેટોડા સહિતના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. આથી ખેડૂતો અને માલધારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

લોધિકામાં ધોધમાર વરસાદ.
લોધિકામાં ધોધમાર વરસાદ.
ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં નદી બે કાંઠે વહી.
ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં નદી બે કાંઠે વહી.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં પાણી ભરાયા.

યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. યાત્રાધામ વીરપુરમાં સારા વરસાદને લઈને મુખ્ય રોડ-રસ્તાઓમાં વરસાદી પાણી નદીઓની માફક વહી રહ્યા છે. સવારથી વરસાદી વાતાવરણ જામત લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. કપાસ, મગફળી, સોયાબીન જેવા વગેરે પાકો પર સારા પ્રમાણમાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

ઉપલેટામાં ભારે વરસાદથી રસ્તા નદી બન્યા.
ઉપલેટામાં ભારે વરસાદથી રસ્તા નદી બન્યા.
વીરપુરમાં બાળકો વરસાદમાં ન્હાવા નીકળ્યા.
વીરપુરમાં બાળકો વરસાદમાં ન્હાવા નીકળ્યા.

સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ
રાજકોટમાં મંગળવારે 3 ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર છત્તીસગઢ પર બનેલું લો પ્રેશર ઝડપથી આગળ વધી રહ્યું છે. છત્તીસગઢ પર લો પ્રેશર બન્યા બાદ તે એમપી ત્યાંથી રાજસ્થાન તરફ આગળ વધીને બુધવારે કચ્છ પર કેન્દ્રિત થયું હતું. જેને કારણે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. કચ્છથી સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાન તરફ ફંટાઈ જાય એવું અનુમાન સેવાઈ રહ્યું છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યાનુસાર 24 કલાકમાં કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, માળિયામિયાણા અને રાજકોટમાં સિસ્ટમને કારણે વરસાદ આવી શકે છે.

ઉપલેટામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ નદી બન્યા.
ઉપલેટામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ નદી બન્યા.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ પડશે
બુધવારે રાજકોટમાં સવારથી હવામાં ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું એટલે સવારથી બફારો અનુભવાયો હતો. સાંજના સમયે પવનને કારણે ગરમી અને બફારામાં થોડી રાહત મળી હતી. રાજકોટમાં મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 34.5 ડિગ્રી રહ્યું હતું. જોકે હવામાન ખાતાએ 6થી 9 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે.

રાજકોટમાં ધીમીધારે વરસાદ.
રાજકોટમાં ધીમીધારે વરસાદ.

આ વિસ્તારમાં વરસાદની સંભાવના

  • 6 જુલાઈ- જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ
  • 7 જુલાઈ- જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ
  • 8 જુલાઈ- રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી
  • 9 જુલાઈ- ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર
  • 10 જુલાઈ- રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ