તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • It Has Been 90 Days Since 50 Thousand People In Rajkot Took The First Dose, At This Rate It Will Take 15 Days To Give The Second Dose And There Will Be Another 1 Lakh

રસીકરણ:રાજકોટમાં 50 હજાર લોકોને પ્રથમ ડોઝ લીધાના 90 દિવસ થયા, આ ગતિએ બીજો ડોઝ આપવામાં 15 દિવસ વિતશે ત્યાં બીજા 1 લાખનો સમય થઇ જશેં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે જંકશન આરોગ્ય કેન્દ્રમાં લોકોએ સવારથી જ લાઇન લગાવી હતી. - Divya Bhaskar
રેલવે જંકશન આરોગ્ય કેન્દ્રમાં લોકોએ સવારથી જ લાઇન લગાવી હતી.
  • 3 દિવસ રસીકરણ બાદ માંડ 8000 ડોઝ જ આવ્યા જે બપોરે 1 વાગ્યા સુધીમાં જ પૂરા થઈ ગયા
  • રવિવારે ફરી 8000 જ ડોઝ અપાશે
  • 60% બીજા અને 40% જથ્થો પહેલા ડોઝ માટે અનામત રાખવાના નિર્ણયથી લોકો કતારમાં ઊભા રહેવા મજબૂર

રાજકોટ શહેરમાં 3 દિવસ રસીકરણ બંધ હતું. શનિવારે માંડ 8000 ડોઝ સાથે રસીકરણ ચાલુ થયું હતું પણ લોકોએ સવારથી જ લાઈનમાં હોવાથી 7740 ડોઝ બપોરે જ પૂરા થઈ ગયા હતા. સાંજ સુધીમાં આ રીતે કુલ 8977 લોકોને ડોઝ અપાયા હતા. રવિવારે રસીકરણ ચાલુ છે જોકે ત્યારે પણ માંડ 8000 જ ડોઝ આપવાના છે તેથી કતારો લાંબી જ લાગશે કારણ કે બીજા ડોઝ લેનારની સંખ્યા ઘણી વધારે છે.જે લોકોએ પહેલો ડોઝ લીધો હોય તેમને બીજો ડોઝ 84 દિવસ બાદ લેવાનો હોય છે પણ છેલ્લા 15 દિવસથી રસીની અછતને કારણે લોકો બીજો ડોઝ લઈ શકતા નથી.

હાલ 50 હજારથી વધુ લોકો એવા છે જેમને રસીનો પ્રથમ ડોઝ લીધાને 90 દિવસ વીતી ગયા છે. તંત્ર હાલ 8 હજારમાંથી 60 ટકા જથ્થો જ બીજા ડોઝ માટે ફાળવવામાં આવે છે. એટલે કે 4800 ડોઝ અપાઈ રહ્યા છે. આ રીતે 50 હજાર લોકોને બીજો ડોઝ દેવામાં 15 દિવસ જેટલો સમય વીતી જશે. બીજી તરફ દરેક દિવસ સાથે 10 હજાર લોકોને 84 દિવસ પૂરા થઈ રહ્યા છે તેમના માટે કોઈ આયોજન જ કરાયું નથી.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ તરફથી એકપણ વખત જાહેર કરાયું નથી કે જે લોકોને બીજા ડોઝ માટે 90 દિવસ કરતા વધુ સમય વીતી ગયો છે તેઓ મોડામાં મોડું ક્યા સુધી વેક્સિન લે તો હિતાવહ છે. આ કારણે લોકોમાં અસમંજસ પેદા થતા પોતાનો વારો આવી જાય તે માટે કલાકો લાઈનમાં ઊભા રહે છે.

બીજા ડોઝ લેનારા વધતા જથ્થાના ભાગ પાડ્યા
રાજકોટ શહેરમાં 71 ટકાથી વધુનું રસીકરણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને એપ્રિલ મહિનામાં સૌથી વધારે રસીકરણ થયું હતું. હવે તે તમામ લોકોને 84 દિવસ પૂરા થઈ રહ્યા છે. તેવામાં 80 ટકા કવરેજ માટે તંત્રએ દોડાદોડી કરી હતી અને ડોઝ મગાવ્યા હતા. જોકે પ્રથમ ડોઝ લેનારા કરતા બીજા ડોઝની સંખ્યા વધી ગઈ હતી અને જથ્થો વધારાય તો પણ ધાર્યા મુજબ કવરેજ વધી રહ્યું ન હતું. આ કારણે કવરેજ વધારવાની લહાયમાં પ્રથમ ડોઝ અને બીજા ડોઝ માટે અલગ અલગ જથ્થો પાડી દીધો.

લાઈનમાં હતો ત્યાં બોર્ડ લાગી ગયા કે રસી નથી
વેક્સિનેશન સેન્ટર પર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કનવર સોલંકી નામના યુવાને કહ્યું કે, ‘મને મોબાઈલમાં ડોઝના સમયનો મેસેજ આવતા હું 7 જુલાઈએ વેક્સિન લેવા આવ્યો હતો લાઈનમાં ઊભો હતો ત્યાં બોર્ડ લાગી ગયા કે હવે વેક્સિન નથી. ત્યારબાદ 9 તારીખ સુધી રસીકરણ બંધ જ રહ્યું. હવે આજે વારો આવે એટલે આવ્યો છું. હું તો હજુ લાઈનમાં ઊભો રહી શકીશ પણ સિનિયર સિટિઝન લોકો માટે તંત્રએ વિચારવું જોઈએ અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.’

અન્ય સમાચારો પણ છે...